મુનાફ પટેલના જન્મદિવસે જાણીએ કેવી રીતે સચિને કરી હતી તેમને મદદ

12 July, 2020 07:07 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મુનાફ પટેલના જન્મદિવસે જાણીએ કેવી રીતે સચિને કરી હતી તેમને મદદ

મુનાફ પટેલ

આજે ટીમ ઇન્ડિયા માટે રમી ચૂકેલા તે બૉલરનો જન્મદિવસ છે, જે વધારે ક્રિકેટ રમવાનો અધિકારી હતો. જે કદાચ પોતાની ક્ષમતાને ન ઓળખી શક્યો અને ગંભીરતાથી ન લીધી. એક એવો બૉલર, જેની સચિન તેંડુલકરે આર્થિક મદદ કરી, એટલું જ નહીં નોકરી અપાવવામાં પણ મદદ કરી, પણ આ જનાબ નોકરી છોડીને ચાલ્યા ગયા. અહીં વાત થઈ રહી છે મુનાફ પટેલની. આજે મુનાફ પટેલનો 37મો જન્મદિવસ છે અને તે 37 વર્ષનો થઈ ગયો છે. એક સમય હતો જ્યારે મુનાફ પટેલ પોતાની ફાસ્ટ બૉલિંગ અને સ્પીડને કારણે ચર્ચામાં રહ્યો. પણ તે ફક્ત 13 ટેસ્ટ અને 70 વનડે મેચ રમ્યો. ટેસ્ટમાં 35 વિકેટ લીધી, તો વનડેમાં 86, પણ મોટાભાગે ઇજાગ્રસ્ત રહ્યા, તો બેજવાબદાર વર્તન પણ રહ્યું.

ગુજરાત રાજ્યના નાનકડા જિલ્લા કે ગામના કહેવાતાં ઇખરમાં મુનાફ પટેલનો જન્મ થયો હતો. એક ગરીબ પરિવારમાંથી આવતાં મુનાફની ચર્ચા થઇ અને સચિનના બોલાવવા પર તે મુંબઇ આવ્યો. માસ્ટર બ્લાસ્ટર સચિને ફક્ત તેના રહેવા-ખાવાની જ નહીં પણ તેની માટે મોબાઇલ ખરીદવો એટલું જ નહીં તેનું બિલ ભરવા સુધીની સહાય કરી હતી. એક સમયે સચિને મજાકમાં કહ્યું કે તેનું બિલ હજારોમાં આવે છે પણ, મને જ ક્યારેય ફોન નથી કરતો.

પછી ભારત માટે રમ્યો ત્યારે પણ સચિનના પ્રયત્નો જ હતા કે તેને દિલ્હીમાં ઓએનજીસી જેવા સંસ્થાનમાં નોકરી મળી, પણ મુનાફ પટેલ આ નોકરી પર પણ ટકી ન શક્યો અને થોડાંક સમય બાદ તે ફરી મુંબઇ ગયો. કુલ મળીને મુનાફમાં પ્રતિભા હોવા છતાં ગુરૂ સચિન તેંદુલકર અને ટીમ ઇન્ડિયાની આશાઓ પૂરી કરી શક્યો નહીં.

નોંધનીય છે કે અન્ય યુવાનો આમાંથી શીખ મેળવી શકે છે કે જ્યારે કોઇ મોટો ખેલાડી તમારામાં વિશ્વાસ દર્શાવે છે, તો તે તમારી અંદર કંઇક ખાસ જુએ છે. એવામાં તમારે તે ખેલાડીની પ્રતિભા અને વિશ્વાસનું ધ્યાન રાખવાનું હોય છે.

sports news sports cricket news happy birthday sachin tendulkar