મલિંગાએ હેટ્રિક મામલે રચ્યો ઇતિહાસ, અત્યાર સુધી અતૂટ છે વર્લ્ડ રેકૉર્ડ

28 August, 2020 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મલિંગાએ હેટ્રિક મામલે રચ્યો ઇતિહાસ, અત્યાર સુધી અતૂટ છે વર્લ્ડ રેકૉર્ડ

લસિથ મલિંગા

શ્રીલંકન ક્રિકેટ ટીમના પાસ્ટ બૉલર લસિથ મલિંહાએ પોતાના દેશની ટીમ માટે એ સિદ્ધિ મેળવી છે જે અન્ય કોઇ શ્રીલંકન ખેલાડી મેળવી શક્યો નથી અને ન તો કોઇ વિદેશી બૉલર આમ કરવામાં સફળ થઈ શક્યો છે લસિથ મલિંગા વિશ્વનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક કે બે વાર નહીં, પણ પાંચ વાર હેટ્રિક લીધી છે અને પોતાના નામે વર્લ્ડ રેકૉર્ડ કાયમ કર્યો છે.

28 ઑગસ્ટ 1983માં જન્મેલ લસિથ મલિંગા આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના જન્મદિવસે જાણીએ કેટલાક એવા રેકૉર્ડ્સ વિશે જે તેણે બનાવ્યા છે. લસિથ મલિંગા વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે, જેણે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હેટ્રિકની હેટ્રિક લીધી છે. તેણે વનડે ક્રિકેટમાં ત્રણ વાર હેટ્રિક લેવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ સિવાય ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે બે વાર હેટ્રિક લીધી છે. અહીં પણ તેણે વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો છે.

ટેસ્ટ ક્રિકેટ તે કમરની ઇજાને લીધે વધારે રમી શક્યો નહોતો. એવામાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેવાનું સપનું અધૂરું રહી ગયું. જો કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આજે પણ કોઇ બૉલર 5 હેટ્રિક લઈ શક્યો નથી. અહીં સુધી કે વનડે અને ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચાર બૉલમાં સતત ચાર વિકેટ લેનાર પણ તે એકમાત્ર ખેલાડી છે.

મલિંગાએ વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર હેટ્રિક લીધી હતી, જ્યારે 2011માં કેન્યા વિરુદ્ધ ત્રણ વિકેટ્સ લીધી હતી. તો, તે જ વર્ષે ઑસ્ટ્રેલિયા સામે તેણે વનડે ક્રિકેટમાં હેટ્રિક લીધી હતી. આ સિવાય 2017માં બાંગ્લાદેશ વિરુદ્ધ તેણે ટી-20 ક્રિકેટમાં સતત ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેણે ફૉરટ્રિક એટલે કે ચાર બૉલમાં ચાર વિકેટ્સ મેળવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.

મલિંગાના આઇપીએલ રેકૉર્ડની વાત કરીએ તો તેણે 70 મેચમાં 100 વિકેટ અને 105 મેચમાં 150 વિકેટ લેવાનો રેકૉર્ડ બનાવ્યો છે. મલિંગાએ 226 વનડે ઇન્ટરનેશનલ મેચની 220 ઇનિંગમાં 338 વિકેટ્સ મેળવી છે. આમાં 8 ફાઇફર પણ સામેલ છે. તો 83 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 107 વિકેટ તેણે પોતાના નામે કરી હતી. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે સૌથી વધારે વિકેટ લેનાર બૉલર છે.

lasith malinga cricket news sports news sports