વન-ડે ઓપનરમાં રોહિત શર્મા બેસ્ટ છે : વિહારી

07 April, 2020 05:02 PM IST  |  New Delhi | Agencies

વન-ડે ઓપનરમાં રોહિત શર્મા બેસ્ટ છે : વિહારી

હનુમા વિહારી

સચિન તેન્ડુલકરને ફેવરિટ ક્રિકેટર માનતા હનુમા વિહારીનું કહેવું છે કે વન-ડેમાં બેસ્ટ ઓપનર રોહિત શર્મા છે. દુનિયાભરમાં લૉકડાઉન છે અને ઇન્ડિયામાં ૨૧ દિવસના લૉકડાઉનને પગલે ઘણા ક્રિકેટર્સ સોશ્યલ મીડિયા પર તેમના ચાહકો સાથે વાતચીત કરી રહ્યા છે. વિહારી પણ હાલમાં ચાહકો સાથે વાતચીત કરી રહ્યો હતો અને એ દરમ્યાન ફેવરિટ ક્રિકેટર તરીકે સચિનનું નામ આપ્યું હતું. બેસ્ટ કૅપ્ટન તરીકે પૂછતાં તેણે ડિપ્લોમેટિક થઈ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીનું નામ આપ્યું હતું. વન-ડેમાં બેસ્ટ ઓપનર તરીકે પૂછતાં ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ હનુમા વિહારીએ ઇન્ડિયાના ડેપ્યુટી રોહિત શર્માનું નામ આપ્યું હતું.

cricket news sports news rohit sharma