ગુરુરાજા જીત્યો બ્રૉન્ઝ

31 July, 2022 06:10 PM IST  |  Mumbai | Ajay Motivala

ગુરુરાજા કુલ ૨૬૯ કિલો વજન ઉપાડીને ત્રીજા ક્રમાંકે આવ્યો હતો

ગુરુરાજા જીત્યો બ્રૉન્ઝ

વેઇટલિફ્ટર ગુરુરાજા પૂજારી કૉમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ૬૧ કિલોગ્રામ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ૨૦૧૮માં રમાયેલી આ સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજા કુલ ૨૬૯ કિલો વજન ઉપાડીને ત્રીજા ક્રમાંકે આવ્યો હતો. મલેશિયાના અઝનીલ બિન બિદિન મોહમ્મદે કુલ ૨૮૫ કિલો વજન ઊંચકીને આ સ્પર્ધાનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો, તો પપુઆ ન્યુ ગિનીનો મોરિયા બારુ ૨૭૩ કિલો વજન ઊંચકીને બીજા ક્રમાંકે હતો. ભારતનો કૉમનવેલ્થમાં આ બીજો મેડલ હતો.

sports news cricket news