ગુજરાતના ગિલની ચોથી હાફ સેન્ચુરી

11 May, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સની ટીમ બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૧૪૪ રન બનાવી શકી હતી.

પુણેમાં ગઈ કાલે ગુજરાત અને લખનઉ વચ્ચેની મૅચ દરમ્યાન આ લિટલ વન્ડરે આ બૅનરથી અનેકને આકર્ષ્યા હતા. આ બચ્ચાનું કહેવું છે કે જો ખેલાડીઓ મેદાન પર ડેબ્યુ કરી શકે તો હું પ્રેક્ષક તરીકે સ્ટેડિયમમાં કેમ ન કરી શકું! બીસીસીઆઇ/આઇપીએલ

પુણેમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સની ટીમ બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૧૪૪ રન બનાવી શકી હતી. જોકે એના ઓપનર શુભમન ગિલે (અણનમ ૬૩, ૪૯ બૉલ, સાત ફોર) બૅટિંગ લાઇન-અપમાં આકર્ષણનું કેન્દ્ર હતો. તેની આ સીઝનમાં ચોથી હાફ સેન્ચુરી હતી.
ગિલે આ પહેલાં દિલ્હી સામે ૮૪, પંજાબ સામે ૯૬ અને મુંબઈ સામે બાવન રન બનાવ્યા હતા. ગઈ કાલે ગિલના અણનમ ૬૩ પછી ટીમમાં ડેવિડ મિલરના ૨૬ રન સેકન્ડ-હાઇએસ્ટ હતા. કૅપ્ટન હાર્દિક પંડ્યા માત્ર ૧૧ રન બનાવી શક્યો હતો. લખનઉ વતી અવેશ ખાને બે તેમ જ મોહસિન ખાન અને જેસન હોલ્ડરે એક-એક વિકેટ લીધી હતી. ચમીરા અને કૃણાલ પંડ્યાને વિકેટ નહોતી મળી.

ipl 2022 sports news