ગરબા રમીને માણી હતી ગુજરાતીઓએ સિડની ટેસ્ટ

14 January, 2021 12:35 PM IST  |  Sydney | Agencies

ગરબા રમીને માણી હતી ગુજરાતીઓએ સિડની ટેસ્ટ

સિડનીમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં મેદાનમાં જોવા મળ્યા હતા

દેશ હોય કે પરદેશ, ધાર્મિક હોય કે સામાજિક, ગુજરાતીઓ ભેગા થાય એટલે ગરબા રમવાનો એકેય મોકો ન જવા દે. સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા સિડનીમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં મેદાનમાં જોવા મળ્યા હતા અને એ પણ ગુજરાતી પારંપરિક ડ્રેસમાં.

મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર તેઓ ગરબા રમતા હતા એનો વિડિયો પણ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે પણ ઑસ્ટ્રેલિયાને આ મૅચમાં એવા ધુમાવ્યા હતા કે તેમના હાથમાં આવેલી જીત ઝૂટવાઈ ગઈ હતી અને ડ્રૉથી સંતોષ માનવો પડ્યો હતો.

 

cricket news sports news test cricket