આવતી કાલે મિડ-ડે કપ માટે કપોળ જ્ઞાતિની ક્રિકેટ ટીમનું ઓપન સિલેક્શન

24 November, 2012 07:48 AM IST  | 

આવતી કાલે મિડ-ડે કપ માટે કપોળ જ્ઞાતિની ક્રિકેટ ટીમનું ઓપન સિલેક્શન



સમસ્ત કપોળ સમાજમાંથી ૧૫ વર્ષથી વધુ વયના તેમ જ વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ, બદલાપુર, પનવેલ સુધીના પ્લેયરો આ ઓપન સિલેક્શનના કૅમ્પમાં ભાગ લઈ શકશે. કૅમ્પમાં ભાગ લેવા માગતા પ્લેયરે વાઇટ ડ્રેસ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવવાનું રહેશે.

ઓપન સિલેક્શન એમસીએ (મુંબઈ ક્રિકેટ અસોસિએશન)ના કોચ દ્વારા કરવામાં આવશે.

મિડ-ડે કપમાં સમગ્ર કપોળ સમાજનું પ્રતિનિધિત્વ થાય, કપોળ જ્ઞાતિના ટૅલન્ટેડ અને પ્રતિભાશાળી પ્લેયરોને આ સ્પર્ધામાં રમવાનો મોકો મળે અને વ્યાવાસિયક અભિગમની મદદથી ઉત્તમ ખેલાડીઓનો સમાવેશ ધરાવતી કપોળની ટીમ બને એવો આ ક્રિકેટ-કૅમ્પ રાખવા પાછળનો હેતુ છે.

વધુ વિગતો માટે શરદ સંઘવી (૯૮૨૦૦ ૨૦૬૧૦ / ૯૩૨૦૦ ૨૦૬૧૦), પ્રકાશ મહેતા (૯૮૨૦૪ ૩૭૧૩૦ / ૯૩૨૦૪ ૩૭૧૩૦) અથવા ભાવેશ કોઠારી (૯૮૨૧૬ ૫૦૯૨૮ / ૯૩૨૧૬ ૫૦૯૨૮)નો સંપર્ક કરવો.

મિડ-ડે કપ માટે વીસા સોરઠિયા વણિક ટીમનું સિલેક્શન

૧૫ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી સુધી પરેલના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડમાંં યોજાનારી ૩૨ જ્ઞાતિઓ વચ્ચેની મિડ-ડે કપ TEN10 સ્પર્ધાની છઠ્ઠી સીઝન માટે વીસા સોરઠિયા વણિકની ટીમ ભાગ લેવાની છે. આ ટીમ વતી રમવા ઇચ્છતા જ્ઞાતિના ખેલાડીઓએ ભરત શાહ (૯૮૨૦૨ ૨૯૬૫૧) અથવા યોગેશ શાહ (૯૩૨૨૨ ૪૧૮૬૭)નો ૩૦ નવેમ્બર સુધીમાં સંપર્ક કરવો.