midday

ઇન્જર્ડ કિવી ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ IPLમાંથી આઉટ

13 April, 2025 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલિપ્સ ગુજરાત ટાઇટન્સ તરફથી સ્વદેશ પાછો ફરનાર બીજો પ્લેયર છે. આ પહેલાં સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા અંગત કારણોસર સ્વદેશ પાછો ફર્યો હતો.
છેલ્લી બે સીઝનની એક પણ પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન બની શકનાર ગ્લેન ફિલિપ્સ ઇન્જર્ડ થઈને બહાર થયો હતો.

છેલ્લી બે સીઝનની એક પણ પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન બની શકનાર ગ્લેન ફિલિપ્સ ઇન્જર્ડ થઈને બહાર થયો હતો.

ગુજરાત ટાઇટન્સના ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સને પેટના નીચેના ભાગમાં થયેલી ઇન્જરીને કારણે IPLમાંથી બહાર થવું પડ્યું છે. ૧.૫ કરોડ રૂપિયાનો ન્યુ ઝીલૅન્ડનો આ ઑલરાઉન્ડર ૬ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં સબ્સ્ટિટ્યુટ પ્લેયર તરીકે ફીલ્ડિંગ કરતી વખતે ઇન્જર્ડ થયો હતો. ફિલિપ્સ ગુજરાત ટાઇટન્સ તરફથી સ્વદેશ પાછો ફરનાર બીજો પ્લેયર છે. આ પહેલાં સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા અંગત કારણોસર સ્વદેશ પાછો ફર્યો હતો.

પોતાની ત્રીજી IPL ફ્રૅન્ચાઇઝી સાથે જોડાનાર ફિલિપ્સ આ વર્ષે પણ કોઈ પણ મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શક્યો નહોતો. ૨૦૨૧માં IPLમાં ડેબ્યુ કર્યા પછી આ પ્રતિભાશાળી ઑલરાઉન્ડર માત્ર આઠ મૅચ રમી શક્યો છે. તે ૨૦૨૧માં રાજસ્થાન રૉયલ્સ માટે ત્રણ મૅચ અને ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન હૈદરાબાદ માટે પાંચ મૅચ રમ્યો હતો. આ દરમ્યાન તે ૬૫ રન ફટકારીને બે વિકેટ જ લઈ શક્યો છે.

ગ્લેન ફિલિપ્સની IPL જર્ની

૨૦૨૧માં ૩ મૅચ

૨૦૨૨માં ૦ મૅચ

૨૦૨૩માં ૫ મૅચ

૨૦૨૪માં ૦ મૅચ

૨૦૨૫માં ૦ મૅચ

indian premier league IPL 2025 gujarat titans sunrisers hyderabad cricket news sports news sports