26 March, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવદીપ સૈની
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ગઈ કાલે ઇન્જર્ડ હર્ષિત રાણાના સ્થાને ભારતીય પેસ બોલર નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. સૈનીને ૭૫ લાખ રૂપિયામાં સાઇન કરવામાં આવ્યો છે. ભારત વતી બે ટેસ્ટ, ૮ વન-ડે અને ૧૧ T20 મૅચ રમનાર સૈનીને ૨૦૨૧થી ટીમમાં સ્થાન નથી મળ્યું. IPLમાં ૨૦૨૩ બાદ કોઈ ટીમે તેને ખરીદ્યો નથી. રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને રાજસ્થાન રૉયલ્સ વતી ૩૨ મૅચમાં સૈનીએ ૮.૮૮ના ઇકૉનૉમી રેટથી ૨૩ વિકેટો ઝડપી છે. સૈનીએ આ ડેવલપમેન્ટને તેની કરીઅરનું પુનર્જીવન ગણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સે પણ ઇન્જર્ડ અનકૅપ્ડ લેફ્ટઆર્મ સીમર પૃથ્વી રાજ યારાના સ્થાને કુલવંત ખેજરોલિયાને સાઇન કર્યો હતો.