મેઘરાજાની સંભાવનાને લીધે ગાઇડલાઇન્સ ઘોષિત

24 May, 2022 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો પ્લે-ઑફની કોઈ મૅચ દરમ્યાન વરસાદ પડશે અને રેગ્યુલર સમયમાં રમત શક્ય નહીં બને તો સુપરઓવરથી રિઝલ્ટ લાવવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

(૧) જો પ્લે-ઑફની કોઈ મૅચ દરમ્યાન વરસાદ પડશે અને રેગ્યુલર સમયમાં રમત શક્ય નહીં બને તો સુપરઓવરથી રિઝલ્ટ લાવવામાં આવશે. જો એ ઓવર પણ રમવી સંભવ નહીં હોય તો લીગ મૅચોનું ટેબલ વિજેતા નક્કી કરશે. આ નિયમો ક્વૉલિફાયર-વન, એલિમિનેટર, ક્વૉલિફાયર-ટૂને લાગુ પડશે, કારણ કે આ મૅચો માટે રિઝર્વ-ડે નથી રખાયો.
(૨) ૨૯ મેએ રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થનારી અમદાવાદ ખાતેની ફાઇનલ કોઈ સંજોગો બદલ નહીં રમાય તો એના માટે ૩૦ મેનો રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે.
(૩) કલકત્તામાં આજે અને આવનારા કેટલાક દિવસોમાં વરસાદ પડવાની આગાહી હોવાથી આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે આ ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આજની ગુજરાત-રાજસ્થાન વચ્ચેની ક્વૉલિફાયર-વન તેમ જ આવતી કાલની લખનઉ-બૅન્ગલોરની એલિમિનેટર મૅચ કલકત્તામાં રમાવાની છે. શુક્રવારની ક્વૉલિફાયર-ટૂ અને રવિવારની ફાઇનલ અમદાવાદમાં ક્રિકેટવિશ્વના સૌથી મોટા મેદાન પર રમાશે.
(૪) સંજોગોવસાત્ જરૂર જણાશે તો મૅચની ઓવર્સની સંખ્યા ઘટાડવામાં આવશે અને દરેક મૅચ પાંચ ઓવર તો રમી જ શકે એવી વ્યવસ્થા કરાશે. જોકે રેગ્યુલર તથા એક્સ્ટ્રા-ટાઇમમાં એ પણ સંભવ નહીં હોય તો સુપરઓવરથી પરિણામ લાવવામાં આવશે.
(૫) પ્લે-ઑફની મૅચમાં જો ફર્સ્ટ ઇનિંગ્સ રમાશે, પરંતુ સેકન્ડ ઇનિંગ્સ શક્ય નહીં હોય તો ડીએલએસ મેથડથી પરિણામ લાવવામાં આવશે.
(૬) જો ૨૯ મેની ફાઇનલ શરૂ થયા બાદ એક જ બૉલની રમત થયા બાદ વરસાદ કે બીજા કોઈ કારણસર બાકીની રમત એ દિવસે શક્ય નહીં હોય તો બીજા દિવસે (૨૯ મેએ રમત જ્યાંથી અટકી હતી ત્યાંથી) ફરી શરૂ કરાશે.

sports news cricket news ipl 2022