22 May, 2026 02:21 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજ
અમદાવાદમાં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૮૯ રનની પોતાની સૌથી મોટી જીત સાથે ગુજરાત ટાઇટન્સે ટૉપ-ટૂમાં ૧૮ પૉઇન્ટ સાથે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. શાનદાર ઓપનિંગ ભાગીદારી સાથે ગુજરાતે ૪ વિકેટે ૨૨૯ રનનો સ્કોર કર્યો હતો. ગુજરાતના બોલિંગ-યુનિટના સપાટાને કારણે ચેન્નઈ ૧૩.૪ ઓવરમાં ૧૪૦ રને ઑલઆઉટ થયું હતું. ચેન્નઈએ પોતાની ૮૯ રનની સૌથી મોટી હાર સાથે પ્લેઑફની રેસમાંથી આઉટ થઈને લીગ-સ્ટેજ રાઉન્ડ પૂરો કર્યો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ગુજરાતના ટૉપ-ઑર્ડર બૅટર્સે ફિફ્ટી પ્લસ રન કરીને શાનદાર શરૂઆત કરાવી આપી હતી. કૅપ્ટન શુભમન ગિલે ૪ ફોર અને સાત સિક્સની મદદથી ૫૩ બૉલમાં ૮૪ રન કર્યા હતા. સાઈ સુદર્શને ૩૭ બૉલમાં ૭ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૬૪ રન ફટકાર્યા હતા. બન્ને વચ્ચે ૧૨૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ગુજરાતના ત્રીજા ક્રમે રમીને જૉસ બટલરે ૨૭ બૉલમાં પાંચ ફોર અને સાત સિક્સ ફટકારીને ૫૭ રન કર્યા હતા. ચેન્નઈ માટે ફાસ્ટ બોલર્સ સ્પેન્સર જૉન્સન, અંશુલ કમ્બોજ અને મુકેશ ચૌધરીએ એક-એક વિકેટ લીધી હતી. રન-ચેઝ દરમ્યાન ચેન્નઈએ સાત ઓવરમાં ૬૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. શિવમ દુબેએ ટીમ માટે ૧૭ બૉલમાં ચાર ફોર અને ચાર સિક્સની મદદથી ૪૭ રન કર્યા હતા. ઓપનર મૅથ્યુ શૉર્ટે ૧૪ બૉલમાં ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ૩ ઓવરમાં ૨૬ રન આપીને પાવરપ્લેમાં ત્રણ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ ૩.૪ ઓવરમાં ૩૨ રન આપીને ત્રણ વિકેટ અને સ્પિનર રાશિદ ખાને ૨ ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
|
IPL પૉઇન્ટ્સ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૧૩ |
૯ |
૪ |
૦ |
+૧.૦૬૫ |
૧૮ |
|
ગુજરાત |
૧૪ |
૯ |
૫ |
૦ |
+૦.૬૯૫ |
૧૮ |
|
હૈદરાબાદ |
૧૩ |
૮ |
૫ |
૦ |
+૦.૩૫૦ |
૧૬ |
|
રાજસ્થાન |
૧૩ |
૭ |
૬ |
૦ |
+૦.૦૮૩ |
૧૪ |
|
પંજાબ |
૧૩ |
૬ |
૬ |
૧ |
+૦.૨૨૭ |
૧૩ |
|
કલકત્તા |
૧૩ |
૬ |
૬ |
૧ |
+૦.૦૧૧ |
૧૩ |
|
ચેન્નઈ |
૧૪ |
૬ |
૮ |
૦ |
-૦.૩૪૫ |
૧૨ |
|
દિલ્હી |
૧૩ |
૬ |
૭ |
૦ |
-૦.૮૭૧ |
૧૨ |
|
મુંબઈ |
૧૩ |
૩ |
૯ |
૦ |
-૦.૫૧૦ |
૮ |
|
લખનઉ |
૧૩ |
૩ |
૯ |
૦ |
-૦.૭૦૨ |
૮ |
એક IPL સીઝનમાં 34 હાઇએસ્ટ સિક્સ આપી દીધી અંશુલ કમ્બોજે. ૨૦૨૫માં રાશિદ ખાને ૩૩ સિક્સ આપ્યા હતા.
એક IPL સીઝનમાં પાવરપ્લેમાં હાઇએસ્ટ 17 વિકેટ લેવાના મામલે કૅગિસો રબાડાએ મોહમ્મદ શમી (વર્ષ ૨૦૨૩)ના રેકૉર્ડની બરાબરી કરી.