સાઉથ આફ્રિકા સામેની ટીમમાં સ્ટોઇનિશ આઉટ, મૅક્સવેલની એન્ટ્રી

05 February, 2020 01:39 PM IST  |  Canberra

સાઉથ આફ્રિકા સામેની ટીમમાં સ્ટોઇનિશ આઉટ, મૅક્સવેલની એન્ટ્રી

માર્કસ સ્ટોઇનિસ

હાલમાં ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે મૅચની સિરીઝ રમાઈ રહી છે જેના બાદ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટી૨૦ અને વન-ડે મૅચની સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટે ઑસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલી બિગ બૅશ લીગમાં રમી રહેલા ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને સાઉથ આફ્રિકા સામેની વન-ડે અને ટી૨૦ સિરીઝમાં સ્થાન આપવામાં નથી આવ્યું, જ્યારે ગ્લેન મૅક્સવેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયન ટીમના સિલેક્ટર ટ્રેવોર હોન્સે પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે સારા એવા ફૉર્મમાં ચાલી રહેલો સ્ટોઇનિસ સાઉથ આફ્રિકા સામેની ટુર્નામેન્ટ મિસ કરશે. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લેનાર ગ્લેન મૅક્સવેલને વન-ડે અને ટી૨૦ એમ બન્ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ૨૧ ફેબ્રુઆરીથી ત્રણ ટી૨૦ મૅચની અને ૨૯ ફેબ્રુઆરીથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે.

glenn maxwell sports news cricket news south africa australia