જર્મની-આર્જેન્ટિના વચ્ચે થર્ડ વર્લ્ડ વૉર

13 July, 2014 04:44 AM IST  | 

જર્મની-આર્જેન્ટિના વચ્ચે થર્ડ વર્લ્ડ વૉર



રિયો ડી જાનેરો : ચાર-ચાર વર્ષના ઇન્તજાર અને ૬૩ મૅચોના ઘમસાણ બાદ ફૂટબૉલ વર્લ્ડ કપનો નિર્ણાયક દિવસ આવી ગયો છે. ફાઇનલ મુકાબલો (આજે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે, સોની સિક્સ પર લાઇવ) પણ બે ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમો વચ્ચે રમાવાનો હોવાથી ભારે રોમાચંક ટક્કરની ચાહકોને અપેક્ષા છે. બન્ને ચૅમ્પિયન ટીમો આ પહેલાં બે વાર (૧૯૮૬ અને ૧૯૯૦) ફાઇનલમાં ટકરાઈ ચૂકી છે અને બન્ને એક-એક વાર જીતીને બરાબરીમાં છે. આજે ૨૪ વર્ષ બાદ ફરી બન્ને ટીમો નિર્ણાયક જંગમાં સામસામે આવી ગઈ છે અને આજે હવે નવો હિસાબ લખાશે.

જર્મની છેલ્લે ૧૯૯૦માં ચૅમ્પિયન બન્યું ત્યારે એણે આર્જેન્ટિનાને હરાવ્યું હતું, જ્યારે આર્જેન્ટિના છેલ્લે ૧૯૮૬માં ચૅમ્પિયન બન્યું ત્યારે એણે જર્મનીને હરાવ્યું હતું. આજે ફરી ચૅમ્પિયન બનવા એમણે એકબીજાને માત આપવાની છે.

મૅસી, મુલર અને મૅજિક

ટુર્નામેન્ટમાં બન્ને ટીમના સ્ટાર ખેલાડીઓ લિઓનલ મેસી અને થૉમસ મુલરે શાનદાર પફોર્ર્મન્સ કયોર્ છે અને આજે પણ કટોકટી વખતે બધાની નજર તેમના પર જ રહેશે. આર્જેન્ટિનાનો કૅપ્ટન મેસી પહેલી ચારેય મૅચમાં મૅન ઑફ ધ મૅચ પણ બન્યો હતો. મુલર ગોલ્ડન બૂટની રેસમાં કુલ પાંચ ગોલ સાથે કોલમ્બિયાના રૉડ્રિગ્ઝ બાદ બીજા નંબરે છે, જ્યારે મેસી ચાર ગોલ સાથે ત્રીજા નંબરે છે.

ગોલ્ડન બૂટ માટે રૉડ્રિગ્ઝને મુલરનો પડકાર

ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ સ્કોર કરનાર ખેલાડીને મળતા ગોલ્ડન બૂટના અવૉર્ડ માટે કોલમ્બિયાનો રૉડ્રિગ્ઝ કુલ છ ગોલ સાથે સૌથી આગળ છે. પાંચ ગોલ સાથે જર્મનીનો થૉમસ મુલર બીજા નંબરે અને ચાર-ચાર ગોલ સાથે બ્રાઝિલનો નેમાર અને આર્જેન્ટિનાનો મેસી ત્રીજા નંબરે છે.

આમને-સામને

કુલ મૅચ : ૨૦

જર્મનીની જીત : ૬

આર્જેન્ટિનાની જીત : ૯

ડ્રૉ : ૫

ટોટલ ગોલ સ્કોર

જર્મની : ૨૮

આર્જેન્ટિના : ૨૮

વર્લ્ડ કપમાં આમને-સામને

કુલ મૅચ : ૬

જર્મનીની જીત : ૩

આર્જેન્ટિનાની જીત : ૧

ડ્રૉ : ૨

(૧૯૭૪માં આર્જેન્ટિનાની ઈસ્ટ જર્મની સામેની ૧-૧થી ડ્રૉ રહેલી મૅચનો સમાવેશ નથી કયોર્)

છેલ્લી ટક્કરમાં શું થયું?

૧૫ ઑગસ્ટ ૨૦૧૨માં એક ફ્રેન્ડ્લી મૅચમાં આર્જેન્ટિનાએ જર્મનીને ૩-૧થી પરાજિત કર્યું હતું.

વર્લ્ડ કપમાં જર્મનીના પર્ફોર્મન્સ પર એક નજર

કુલ ૨૦ વર્લ્ડ કપમાંથી ૧૮માં રમ્યું છે

ફાઇનલમાં : ૮ (ઑલ ટાઇમ રેકૉર્ડ)

ચૅમ્પિયન : ત્રણ વાર (૧૯૫૪, ૧૯૭૪, ૧૯૯૦)

રનર-અપ : ૧૯૬૬, ૧૯૮૨, ૧૯૮૬ અને ૨૦૦૨

જર્મનીનો વર્લ્ડ કપ ૨૦૧૪માં પફોર્ર્મન્સ

રોડ ટુ ધ ફાઇનલ

ગ્રુપ રાઉન્ડ : પોટુર્ગલ સામે ૪-૦થી જીત / ઘાના સામે ૨-૨થી ડ્રૉ / અમેરિકા સામે ૧-૦થી જીત

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : અલ્જિરિયા સામે ૨-૧થી જીત

ક્વૉર્ટર ફાઇનલ : ફ્રાન્સ સામે ૧-૦થી જીત

સેમી ફાઇનલ : બ્રાઝિલ સામે ૭-૧થી જીત

આર્જેન્ટિનાનો વર્લ્ડ કપ ૨૦૧૪માં પફોર્ર્મન્સ

રોડ ટુ ધ ફાઇનલ

ગ્રુપ રાઉન્ડ : બોસ્નિયા સામે ૨-૧થી જીત / ઈરાન સામે ૧-૦થી જીત / નાઇજીરિયા સામે ૩-૨થી જીત

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : સ્વિટ્ઝરલૅન્ડ સામે

૧-૦થી જીત

ક્વૉર્ટર ફાઇનલ : બેલ્જિયમ સામે ૧-૦થી જીત

સેમી ફાઇનલ : નેધરલૅન્ડ્સ

સામે ૦-૦થી ડ્રૉ બાદ પેનલ્ટી

શૂટઆઉટમાં ૪-૨થી જીત

ગોલ્ડન બૉલ, ગોલ્ડન ગ્લવ અને યંગ પ્લેયર અવૉર્ડ્સના દાવેદારો


ફાઇનલ બાદ અપાનારા અવૉર્ડ્સ માટે ગઈ કાલે દાવેદારોનું લિસ્ટ ગવર્નિંગ બૉડીએ જાહેર કર્યું હતું. સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ડન બૉલના ૧૦ દાવેદારોમાં ફાઇનલિસ્ટ જર્મનીના ચાર અને આર્જેન્ટિનાના ૩ પ્લેયરોનો સમાવેશ છે.

ગોલ્ડન બૉલના દાવેદારો : થૉમસ મુલર (જર્મની), મેટ્સ હમ્મલ્સ (જર્મની), ફિલિપ લાહમ (જર્મની), ટોની ક્રૂસ (જર્મની), લાયનલ મેસી (આર્જેન્ટિના), આંઘેલ ડી મારિયા (આર્જેન્ટિના), હાવિયર માચેરાનો (આર્જેન્ટિના), નેમાર (બ્રાઝિલ), આર્યેન રોબેન (નેધરલૅન્ડ્સ) અને હામેલ્સ રૉડ્રિગ્ઝ (કોલમ્બિયા)

ગોલ્ડન ગ્લવ (બેસ્ટ ગોલકીપર) : કેલર નવાસ (કોસ્ટા રિકા), મેન્યુલ નોયર (જર્મની) અને સર્જિયો રોમેરો (આર્જેન્ટિના)

બેસ્ટ યંગ પ્લેયર : વિન્ગર મેમ્ફિસ ડેપાય (નેધરલૅન્ડ્સ), પૉલ પોગ્બા (ફ્રાન્સ) અને રફાયલ વરાન (ફ્રાન્સ)