હેટમાયર પરની કમેન્ટ બદલ ગાવસકર ટ્રોલ થયા

24 May, 2022 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટર શિમરૉન હેટમાયર અને તેની પત્ની વિશેની કમેન્ટ બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા છે.

સુનીલ ગાવસકર

ભારતના ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટર શિમરૉન હેટમાયર અને તેની પત્ની વિશેની કમેન્ટ બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા છે. સનીએ સીએસકે અને આરઆર વચ્ચેની મૅચ દરમ્યાન કૉમેન્ટરીમાં એવા અર્થમાં બોલ્યા હતા કે ‘હેટમાયરની પત્નીએ તો બાળકની ડિલિવરી કરી, શું હવે રૉયલ્સ વતી હેટમાયર સારું રમશે ખરો?’
‘હેટમાયર્સ વાઇફ ડિલિવર્ડ, વિલ હેટમાયર ડિલિવર ફૉર ધ રૉયલ્સ નાવ?’ એવી કમેન્ટ ગાવસકરે ત્યારે કરી જ્યારે હેટમાયર તેના પ્રથમ બાળકના જન્મ બાદ પાછો રમવા આવ્યો હતો. કેટલાક ક્રિકેટપ્રેમીઓએ કૉમેન્ટરીમાંથી ગાવસકરને કાઢી મૂકવાની માગણી કરી હતી. અમુક લોકોએ ગાવસકર જેવા પ્રતિભાશાળી ક્રિકેટરને આવી કમેન્ટ જરાય 
ન શોભે એવું જણાવ્યું હતું.

sports news cricket news