પ્લેયર્સ અને અન્ય લોકોએ આ વાઇરસ સાથે જીવવું પડશે: ગૌતમ ગંભીર

11 May, 2020 11:02 AM IST  |  Mumbai | Agencies

પ્લેયર્સ અને અન્ય લોકોએ આ વાઇરસ સાથે જીવવું પડશે: ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન ગૌતમ ગંભીરે કહ્યું કે ખેલાડીઓએ નજીકના ભવિષ્યમાં કોરોના વાઇરસ સાથે જીવવું પડશે. આ રોગચાળો ફાટી નીકળતાં સમગ્ર વિશ્વમાં આ વર્ષે ક્રિકેટ કૅલેન્ડર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, જેમાં સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય શ્રેણી મુલતવી રાખવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે.

બૉલ પર થૂંક લગાવવાની જે ચર્ચા શરૂ થઈ છે એ વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘મને નથી લાગતું કે અનેક કાયદા-નિયમ બદલવામાં આવશે. થૂંક લગાડવા સિવાય તમારી પાસે અનેક વિકલ્પ હોઈ શકે છે. આ એક મુદ્દા સિવાય મને નથી લાગતું કે કોઈ ફેરફારની જરૂર છે. પ્લેયર અને દરેક લોકોએ આ વાઇરસ સાથે જીવવું પડશે. લોકોએ એનાથી ટેવાવું પડશે કે આપણી આસપાસ વાઇરસ છે. પ્લેયરોએ આ વાતને સ્વીકારવી પડશે અને એ મુજબ જીવવું પડશે. ટકી રહેવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ એક સારો વિકલ્પ છે. આ નિયમ તમે ક્રિકેટ માટે પણ લાગુ કરી શકો છો પછી ફુટબૉલ અને હૉકીમાં પણ એને અમલી બનાવી શકાય છે. માટે આવી રીતે તમારે એને સ્વીકારીને જ જીવવું પડશે. તમે જેટલું જલદી એ વાતને સ્વીકારી લેશો એટલું તમારા માટે સારું છે.’

gautam gambhir cricket news sports news