પીએમ કૅર્સ ફન્ડમાં બે વર્ષનો પગાર ડોનેટ કર્યો ગંભીરે

03 April, 2020 07:08 PM IST  |  Mumbai Desk

પીએમ કૅર્સ ફન્ડમાં બે વર્ષનો પગાર ડોનેટ કર્યો ગંભીરે

ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અને સંસદસભ્ય ગૌતમ ગંભીર કોરોના વાઇરસ સામેની લડાઈમાં પહેલાં જ ડોનેશન આપી ચૂક્યો છે અને હવે તેણે પોતાનો બે વર્ષનો પગાર પીએમ કૅર્સ ફન્ડમાં ડોનેટ કર્યો છે. આ પહેલાં ગૌતમે એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમમાંથી એક કરોડ રૂપિયા રિલીઝ કર્યા હતા અને પોતાના ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાંથી ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાવી આપી હતી. આ વિશે વાત કરતાં ગૌતમે કહ્યું કે ‘લોકો કહેતા હોય છે કે દેશે તેમને માટે શું કર્યું, પણ ખરો સવાલ એ છે કે તમે દેશ માટે શું કર્યું? હું મારો બે વર્ષનો પગાર પીએમ કૅર્સ ફન્ડમાં ડોનેટ કરું છું. તમારે પણ આગળ આવવું જોઈએ.’

cricket news gautam gambhir sports sports news coronavirus covid19