F1ની પરેડમાં દોડશે ગાંધી કાર

26 October, 2011 07:24 PM IST  | 

F1ની પરેડમાં દોડશે ગાંધી કાર

વિવિધ દુર્લભ કાર ખરીદીને એ પોતાના ગૅરેજોમાં સાચવતા અવિની અંબુજ શંકરે ગાંધી કાર તરીકે ઓળખાતી આ મોટર પોતે ચલાવવાનું નક્કી કર્યું છે. ફેરારી કારનો સ્પેનિશ ડ્રાઇવર ફર્નાન્ડો અલૉન્ઝો આ ગાંધી કારમાં બેસશે.

 

ભારતીય ડ્રાઇવર ચંડોકને નિરાશા ફૉમ્યુર્લા વન કાર-રેસની ટીમ લૉટસે રવિવારની મેઇન રેસ માટેના પોતાના ડ્રાઇવરોની ટીમમાંથી કરુણ ચંડોક નામના ભારતીય ડ્રાઇવરની ગઈ કાલે બાદબાકી કરી નાખી હતી. આ નિર્ણયથી ચંડોક ગઈ કાલે ખૂબ નિરાશ હતો.

 

F1 એટલે પૈસાનો બગાડ : પી. ટી. ઉષા

 

દેશના બધા સ્પોર્ટ્સપર્સન્સે ભારતમાં ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની F1 કાર-રેસિંગના થયેલા આયોજનને ખૂબ બિરદાવ્યું છે ત્યાં ગઈ કાલે ભારતની ભૂતપૂર્વ રનર પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન ગ્રાં પ્રિનું આયોજન એટલે કરોડો રૂપિયાનો વેડફાટ. દેશના ૯૯ ટકા લોકોને આ હાઇ-ફાઇ બિઝનેસ સાથે કંઈ જ લેવાદેવા નથી. પહેલાં T20 ક્રિકેટે ભારતીય સ્પોર્ટ્સને બગાડી નાખ્યું અને હવે બીજા અવતારમાં F1 કાર-રેસિંગનું આગમન થયું છે.’