રાહુલના બદલાતા બૅટિંગ સ્લોટથી નારાજ ગંભીર

06 February, 2020 03:21 PM IST  |  Mumbai Desk

રાહુલના બદલાતા બૅટિંગ સ્લોટથી નારાજ ગંભીર

કે. એલ. રાહુલને લઈને ઇન્ડિયાની ટીમ જે પણ એક્સપરિમેન્ટ્સ કરી રહી છે એનાથી ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર નારાજ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ લોકેશ રાહુલને લઈને અનેક નવા પ્રયોગો કરી રહી છે. ઓપનર તરીકે રમનારા રાહુલને વન-ડેમાં મિડલ ઑર્ડરમાં ઉતારવામાં આવ્યો હતો. આ બાબતે ગંભીરે કહ્યું હતું કે ‘મને નથી ખબર કે રાહુલને ટૉપ ઑર્ડરમાંથી હટાવવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં. ટીમ રાહુલ અને અગરવાલનું કૉમ્બિનેશન ટ્રાય કરી શકે છે અને રિષભ પંતને વિકેટકીપરની જવાબદારી આપી શકે છે. રાહુલ ટીમ માટે મહત્ત્વનો છે અને તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ. હા, તેણે સ્ટમ્પ્સ પાછળ સારું કામ કર્યું છે પણ મને નથી ખબર કે ૫૦ ઓવરની ફ‍ૉર્મેટમાં પણ તેની પાસે એ આશા રાખવી જોઈએ કે નહીં. રોહિતની ગેરહાજરીમાં કોહલીનું કામ વધી જાય છે અને વિરોધી ટીમ સામે લડત આપવા પર તેણે વધારે ફોકસ કરવાનું રહેશે. પૃથ્વી જેવા યુવાન પ્લેયરને આપણે સમય આપવો જોઈએ. તેણે ફરી કમબૅક કર્યું છે.’

sports news sports gautam gambhir