ગંભીર માને છે કે ટેસ્ટમાં વિકેટકીપર ક્યારેય ઓપનર ન હોવો જોઈએ

14 January, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિષભ પંતના છેલ્લી કેટલીક ટેસ્ટના નબળા પર્ફોર્મન્સને લીધે ટેસ્ટમાં પણ લોકેશ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવાની ચર્ચા શરૂ થઈ છે.

ગૌતમ ગંભીર

રિષભ પંતના છેલ્લી કેટલીક ટેસ્ટના નબળા પર્ફોર્મન્સને લીધે ટેસ્ટમાં પણ લોકેશ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવાની ચર્ચા શરૂ થઈ છે. બીજી ટેસ્ટમાં પંતે જે રીતે ખરાબ શૉર્ટમાં વિકેટ ફેંકી દીધી હતી એને લીધે તેના ચાહકો અને ક્રિકેટપંડિતો ખૂબ નારાજ હતા. જોકે પંતે ગઈ કાલે શાનદાર સેન્ચુરી સાથે એ બધાની નારાજગી દૂર કરી દીધી છે. 
જોકે રાહુલને વિકેટકીપિંગ કરાવવાની ચર્ચા વિશે ભૂતપૂર્વ ઓપનર બૅટર ગૌતમ ગંભીરને લાગે છે કે ટેસ્ટમાં વિકેટકીપર ક્યારેય ઓપનિંગ બૅટર ન હોવો જોઈએ. ગંભીર માને છે કે ટેસ્ટમાં વિકેટકીપિંગ કરવી એ કપરી જવાબદારી છે અને ટેસ્ટમાં વિકેટકીપર તરીકે રાહુલ પહેલી પસંદગી નથી. જો રાહુલે વિકેટકીપિંગ કરવી પડે તો તેણે ઓપનિંગમાં ન આવવું જોઈએ.
ગંભીરે કહ્યું કે ‘તમે જોશો કે ટેસ્ટમાં આશરે ૧૫૦ જેટલી ઓવર સુધી વિકેટકીપરે કીપિંગ કરવી પડે છે. ત્યાર બાદ તેણે તરત જ પહેલા બૉલનો સામનો કરવા મેદાનમાં આવી જવું પડે એ અશક્ય છે. આવું વન-ડે કે ટી૨૦ ક્રિકેટમાં જ ચાલી શકે, ટેસ્ટમાં તો તમારે એક રેગ્યુલર કીપરની જ જરૂર પડે.

sports news gautam gambhir