ગોલ ટેસ્ટ: શ્રીલંકા 183માં સમેટાયુ, અશ્વિને મચાવ્યો તરખાટ

12 August, 2015 10:15 AM IST  | 

ગોલ ટેસ્ટ: શ્રીલંકા 183માં સમેટાયુ, અશ્વિને મચાવ્યો તરખાટ




ગોલ, તા. 12 ઓગસ્ટ


ભારત તરફથી અશ્વિનને પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાંત શર્મા અને વરૂણ આરોને એક-એકટ વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન એંજેલો મૈથ્યૂઝે સારી રમત રમી હતી, પરંતુ 64 રનના સ્કોર પર અશ્વિનની બોલિંગમાં રોહિત શર્માએ કેચ આઉટ કર્યો હતો.

ભારત માટે આ ટેસ્ટ સીરિઝ ખૂબ મહત્વની છે, કારણ કે શ્રીલંકાની ધરતી પર ટીમ ઈન્ડિયા 22માં વર્ષમાં કોઈ ટેસ્ટ સીરીઝ નથી જીતી શક્યુ. છેલ્લે 1993માં ત્રણ ટેસ્ટ મેચની સિરિઝમાં ભારતે શ્રીલંકાને 1-0થી હરાવ્યુ હતુ. જો કે કેપ્ટન વિરાટ કોહલીએ પહેલેથી જ એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે ટીમ સિરિઝને લઈને ખુબ ઉત્સાહિત છે અને જીત હાસિલ કરશે. આ સાથે જ ભારતનુ લક્ષ આઈસીસીની ટીમ રેંકિંગમાં ત્રીજા સ્થાને પહોંચવાનુ પણ છે.ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ સાતમી ઓવરમાં જ બેટ્સમેન દિમુથ કરૂણારત્ને (09) રનમાં પેવેલિયન મોકલી દીધો હતો, ત્યારબાદ શ્રીલંકાએ નિયમિત અંતરાલે વિકેટો ગુમાવી હતી.

વરૂણ આરોને પણ પોતાની ઓવરમાં કૌશલ સિલ્વાને 5 રનમાં જ આઉટ કરી દીધો હતો. જો કે કૌશલને આરોનની બોલીંગમાં શિખર ધવને પહેલી સ્લિપમાં જીવનદાન આપ્યુ હતુ, તે સમયે તેણે પોતાનુ ખાતુ પણ ખોલ્યુ નહોતુ. જો કે આ બેટ્સમેન જીવનદાનનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 12મી ઓવરમાં સ્પિન બોલીંગ અજમાવી હતી અને આર અશ્વિનને ત્રીજા જ બોલમાં કુમાર સાંગાકારાને 5 રનમાં આઉટ કરી દીધો હતો.

અશ્વિને ત્યારબાદ દબાણ બનાવી રાખ્યુ હતુ અને લાહિરૂ થિરિમાનેને 13 રનમાં આઉટ કર્યો હતો. જેહાન મુબારક જીરો રનમાં અશ્વિનનો ત્રીજો શિકાર બન્યો હતો. તેણે શાર્ટ લેગ પર રાહુલને આસાન કેચ આપી દીધો હતો. આ રીતે શ્રીલંકાની ટીમ ફસ્ટ ઈન્ગિંસમાં જ 183 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી.