ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું ખાતું ખોલાવ્યું

31 July, 2012 02:50 AM IST  | 

ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું ખાતું ખોલાવ્યું

ગઈ કાલે ભારતે શૂટર ગગન નારંગના બ્રૉન્ઝ મેડલ સાથે લંડન ઑલિમ્પિક્સમાં ખાતું ખોલાવ્યું હતું. ગગનને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવે છે અને તેણે ગઈ કાલે બપોરે લંચમાં એની જ મોજ માણી હતી. ત્યાર પછી ૧૦ મીટર ઍર રાઇફલની હરીફાઈમાં તેણે પોતાને પરચો બતાવ્યો હતો.

ગગન ફાઇનલમાં વારાફરતી બીજા, ત્રીજા અને ચોથા નંબર પર રહેતો હતો, પરંતુ અંતિમ રાઉન્ડમાં તેણે ચીનના શૂટર તાઓ વાન્ગના શૉટ્સનું બરાબર નિરીક્ષણ કર્યું હતું. તાઓનો પડકાર કુલ ૭૦૦.૪ પૉઇન્ટ સાથે પૂરો થયો હતો અને ત્યારે ગગને મનોમન નક્કી કરી લીધું હતું કે પ્રથમ કે સેકન્ડ ન આવી શકાય તો કાંઈ નહીં, પણ કોઈપણ ભોગે તાઓને ચોથા નંબરે રાખીને ત્રીજો નંબર તો મેળવી જ લેવો. ગગને ધાર્યું હતું એવું કરી બતાડ્યું હતું. ગગને કુલ ૭૦૧.૧ પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.

ગગને જીતી ગયા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘આગલી બે ઑલિમ્પિક્સમાં હું ફાઇનલ્સમાં ક્વૉલિફાય નહોતો થઈ શક્યો એટલે આ મહા રમતોત્સવનો મેડલ જીતવાની મને વષોર્થી ઇચ્છા હતી જે આજે પૂરી થઈ છે એટલે મારા પરથી બહુ મોટો બોજ દૂર થઈ ગયો હોય એવું મેહસૂસ કરી રહ્યો છું.’

રોમાનિયાના અલિન જ્યૉર્જ મોલ્દોવેનુ (૭૦૨.૧)એ ગોલ્ડ મેડલ અને ઇટલીના નિકોલો કૅમ્પ્રિયાની (૭૦૧.૫)એ સિલ્વર મેડલ જીતી લીધો હતો.

બિન્દ્રા હારી જતાં સ્પર્ધાની બહાર

૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિન્દ્રા ગઈ કાલે ૧૦ મીટર ઍર રાઇફલના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ખરાબ પર્ફોમન્સને કારણે ફાઇનલમાં નહોતો પહોંચી શક્યો અને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયો હતો. તેના પિતા ડૉ. એ. એસ. બિન્દ્રાએ સાંજે પત્રકારોને કહ્યું હતું કે મારો પુત્ર બહાદુર રમતવીરની જેમ લડીને હાર્યો એટલે મને તેના પરાજય બદલ કોઈ દુ:ખ નથી.

રોબો-ટૅબ્લેટને ગગનનું નામ

રોબો અને ટૅબ્લેટ પર્સનલ કમ્પ્યુટર (પીસી) બનાવતી મિલાગ્રોવ હ્યુમનટેક નામની કંપનીએ પોતાની આ બે પ્રૉડક્ટોની નવી સ્પેશ્યલ રૅન્જને ગગન નારંગનું નામ આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. તે ગગનના નામના કુલ ૧૦,૦૦૦ રોબો અને ટૅબ્લેટ પીસી વેચવા ધારે છે.

ભારતને મોટું ગૌરવ અપાવ્યું : સચિન

ગગન નારંગે ગઈ કાલે બ્રૉન્ઝ સાથે આ વખતની ઑલિમ્પિક્સમાં ભારતનું ખાતું ખોલાવ્યું એને સચિન તેન્ડુલકર સહિતના ક્રિકેટરોએ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર ખૂબ બિરદાવ્યું હતું. સચિને ટ્વિટર પર પોતાના પેજ પર લખ્યું હતું કે ‘ગગન, તેં આ ઑલિમ્પિક્સનો પ્રથમ ચંદ્રક જીતીને આપણા દેશને મોટું ગૌરવ અપાવ્યું છે. આપણા ઍથ્લીટો હવે વધુ મેડલો જીતશે એવી આપણે આશા રાખીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ.’

મહેન્દ્ર સિંહ ધોની, ઝહીર ખાન અને હરભજન સિંહે પણ નારંગને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા.

હૉકીમાં ભારત પરાસ્ત, બૉક્સિંગમાં વિવાદ વચ્ચે પરાજય, ટેનિસની સિંગલ્સમાં બે હાર પછી ડબલ્સમાં મળી એક જીત

ઑલિમ્પિક્સની હૉકીની પ્રથમ મૅચમાં ભારતીય પુરુષોની ટીમનો ગઈ કાલે નેધરલૅન્ડ્સ સામે ભારે સંઘર્ષ પછી ૨-૩થી પરાજય થયો હતો.

બૉક્સિંગના લાઇટ હેવીવેઇટ ૮૧ કિલો વર્ગમાં ભારતનો યુવાન બૉક્સર સુમીત સાંગવાન બ્રાઝિલના યામાગુચી ફ્લોરેન્ટિનો સામે ૧૪-૧૫થી હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. આ બાઉટના બીજા અને ત્રીજા રાઉન્ડમાં સુમીતે પ્રભુત્વ જમાવ્યું હોવા છતાં જજોએ તેને પૂરતા પૉઇન્ટ ન આપ્યા હોવા બદલ ભારતે આયોજકો સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.

ટેનિસની સિંગલ્સમાં ભારતે બે દિવસમાં બે હાર જોવી પડી હતી. રવિવારે મોડી રાત્રે સોમદેવ દેવવર્મન ફસ્ર્ટ રાઉન્ડમાં ફિનલૅન્ડના યાકોર્ નિમિનેન સામે ૩-૬, ૧-૬થી હારી ગયો હતો. ગઈ કાલે ૩૦૪મી રૅન્ક ધરાવતો વિષ્ણુ વર્ધનનો પ્રથમ રાઉન્ડમાં સ્લોવેકિયાના ૭૭મા નંબરના બ્લાઝ કાવચિક સામે ૩-૬, ૨-૬થી હારી ગયો હતો.

જોકે મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની ચર્ચાસ્પદ જોડી ગઈ કાલે ડબલ્સની પ્રથમ મૅચ જીતી ગઈ હતી. તેમણે બેલારુસના મૅક્સ મર્ની અને ઍલેક્ઝાંડર બ્યુરીને ૭-૪, ૪-૭, ૮-૬થી પરાજય આપ્યો હતો.

રાષ્ટ્રપતિના અભિનંદન, કરોડ રૂપિયાનું ઇનામ અને ઉચ્ચ હોદ્દાની ઑફર

ગગન નારંગને ગઈ કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.

હરિયાણાના મુખ્ય પ્રધાન ભુપિન્દરસિંહ હુડાએ ગગન માટે એક કરોડ રૂપિયાના ઇનામની ગઈ કાલે જાહેરાત કરી હતી, જ્યારે કેન્દ્રના સ્પોર્ટ્સ મિનિસ્ટર અજય માકને ગગનને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં ઑફિસર ગ્રેડનો હોદ્દો ઑફર કર્યો હતો.

સહારા તરફથી ઇનામમાં બે કિલો સોનું મળશે

સહારા ઇન્ડિયા પરિવારે અગાઉ જાહેરાત કરી હતી કે ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારને એના તરફથી પાંચ કિલો સોનું, સિલ્વર જીતનારને ત્રણ કિલો અને બ્રૉન્ઝ જીતનારને બે કિલો સોનું મળશે. ગગન બ્રૉન્ઝ જીત્યો હોવાથી તેને બે કિલો સોનું (કિંમત અંદાજે ૬૦ લાખ રૂપિયા) મળશે.

ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ

બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ચેન્નઈમાં જન્મેલો અને હૈદરાબાદમાં રહેતો ગગન વર્લ્ડ કપના બે તેમ જ કૉમનવેલ્થના ચાર ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે

ક્રમ

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રૉન્ઝ

કુલ

ચીન

૧૪

અમેરિકા

૧૩

ઇટલી

ફ્રાન્સ

સાઉથ કોરિયા

રશિયા

નૉર્થ કોરિયા

કઝાખસ્તાન

જપાન

૧૦

રોમાનિયા

૨૫

ભારત