આ 4નું ક્રિકેટરોનું કોઈ લેવાલ જ નહીં

21 February, 2017 06:36 AM IST  | 

આ 4નું ક્રિકેટરોનું કોઈ લેવાલ જ નહીં


બૅન્ગલોરમાં ગઈ કાલે થયેલી IPLની હરાજીમાં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સને ૧૪.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો એને કારણે તે અત્યાર સુધીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી સાબિત થયો છે. એ ઉપરાંત વિવિધ ફ્રૅન્ચાઇઝી ટીમોએ ડોમેસ્ટિક ખેલાડીઓને પણ સારીએવી કિંમતે ખરીદ્યા હતા. ગઈ કાલે થયેલી હરાજીમાં બીજા ક્રમાંકની સૌથી વધુ કિંમત પણ ઇંગ્લૅન્ડના ખેલાડીની જ હતી. લેફ્ટી બોલર ટીમલ મિલ્સને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૧૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.  કુલ ૩૫૦ કરતાં વધુ ખેલાડીઓ પૈકી આઠ ફ્રૅન્ચાઇઝીઓએ ૬૬ ખેલાડીઓને કુલ ૯૧.૧૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા જેમાં ૩૯ ભારતીયો અને ૨૭ વિદેશી ખેલાડીઓનો સમાવેશ છે.

અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને સનરાઇઝર્સ હૈદરાબાદે ૪ કરોડ રૂપિયામાં તો મોહમ્મદ નબીને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તામિલનાડુના લેફ્ટી ફાસ્ટ બોલર ટી. નટરાજનને કિંગ્સ ઇલેવન પંજાબે ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ ૧૦ લાખ રૂપિયા હતી એના કરતાં ૩૦ ગણી વધુ રકમમાં તે વેચાયો હતો. ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનને પણ બે કરોડ રૂપિયામાં પંજાબે ખરીદ્યો હતો. પવન નેગીને ૧ કરોડ રૂપિયામાં બૅન્ગલોરે ખરીદ્યો હતો. જોકે ગયા વર્ષે તે ૮.૫ કરોડ રૂપિયામાં વેચાયો હતો. ચેતેશ્વર પુજારા અને ઇશાન્ત શર્મા માટે બહુ શરમજનક વાત હતી, કારણ કે તેમની અનુક્રમે ૫૦ લાખ અને બે કરોડ રૂપિયાની કિંમત હોવા છતાં કોઈ ખરીદદાર મળ્યા નહોતા. ઇરફાન પઠાણ પણ ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ છતાં ખરીદાયો નહોતો. ત્ઘ્ઘ્ના વન-ડે અને T20 રૅન્કિંગમાં નંબર વન બોલર સાઉથ આફ્રિકાના ઇમરાન તાહિરને પણ કોઈ ખરીદદાર મળ્યો નહોતો. ગઈ કાલે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ જ મેદાન મારી ગયા હતા. ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સને પણ કલકત્તા નાઇટરાઇડસે ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો તો જેસન રૉયને ગુજરાત લાયન્સે ૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કરોડપતિ બનેલા ખેલાડીઓ

ખેલાડી

કિંમત

ટીમ

બેન સ્ટોક્સ (ઇંગ્લૅન્ડ)

૧૪.૫૦ કરોડ રૂપિયા

પુણે

ટીમલ મિલ્સ (ઇંગ્લૅન્ડ)

૧૨ કરોડ રૂપિયા

બૅન્ગલોર

ટ્રેન્ટ બોલ્ટ (ન્યુ ઝીલૅન્ડ)

૫ કરોડ રૂપિયા

કલકત્તા

કૅગિસો રબાડા (સાઉથ આફ્રિકા)

પ કરોડ રૂપિયા

દિલ્હી

પેટ કમિન્સ (ઑસ્ટ્રેલિયા)

૪.૫૦ કરોડ રૂપિયા

દિલ્હી

ક્રિસ વૉક્સ (ઇંગ્લૅન્ડ)

૪.૨૦ કરોડ રૂપિયા

કલકત્તા

રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

૪ કરોડ રૂપિયા

હૈદરાબાદ

નેથન કૉલ્ટન-નાઇલ (ઑસ્ટ્રેલિયા)

૩.૫૦ કરોડ રૂપિયા

કલકત્તા

કર્ણ શર્મા (ભારત)

૩.૨૦ કરોડ રૂપિયા

મુંબઈ

ટી. નટરાજન (ભારત)

૩ કરોડ રૂપિયા

પંજાબ

વરુણ ઍરોન (ભારત)

૨.૮ કરોડ રૂપિયા

પંજાબ

મોહમ્મદ સિરાઝ (ભારત)

૨.૬ કરોડ રૂપિયા

હૈદરાબાદ

ઓઇન મૉર્ગન (ઇંગ્લૅન્ડ)

૨ કરોડ રૂપિયા

પંજાબ

ઍન્જેલો મૅથ્યુઝ (શ્રીલંકા)

૨ કરોડ રૂપિયા

દિલ્હી

મિચલ જોનસન (ઑસ્ટ્રેલિયા)

૨ કરોડ રૂપિયા

મુંબઈ

કૃષ્ણપ્પા ગૌતમ (ભારત)

૨ કરોડ રૂપિયા

મુંબઈ

અનિકેત ચૌધરી (ભારત)

૨ કરોડ રૂપિયા

બૅન્ગલોર

પવન નેગી (ભારત)

૧ કરોડ રૂપિયા

બૅન્ગલોર

કોરી ઍન્ડરસન (ન્યુ ઝીલૅન્ડ)

૧ કરોડ રૂપિયા

દિલ્હી

એમ. અશ્વિન (ભારત)

૧ કરોડ રૂપિયા

દિલ્હી

ડેનિયલ ક્રિશ્ચિયન (ઑસ્ટ્રેલિયા)

૧ કરોડ રૂપિયા

પુણે

જેસન રૉય (ઇંગ્લૅન્ડ)

૧ કરોડ રૂપિયા

ગુજરાત