સમલૈંગિક ટિપ્પણી કરવા મામલે ગેબ્રિયલ પર લાગ્યો ચાર મેચનો બેન

13 February, 2019 10:00 PM IST  | 

સમલૈંગિક ટિપ્પણી કરવા મામલે ગેબ્રિયલ પર લાગ્યો ચાર મેચનો બેન

ગેબ્રિયલ પર લાગ્યો ચાર મેચનો બેન

સમલૈંગિકતા મામલે ટિપ્પણી કરવા મામલે વેસ્ટ ઈન્ડિઝના શેનન ગેબ્રિયલ પર ચાર વન-ડેનો બેન લાદવામાં આવ્યો છે. આ બાબતે આઈસીસીએ ટ્વિટર પણ માહિતી આપી હતી કે ગેબ્રિયલ પર વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે સેંટ લૂસિયામાં રમાયેલી ટેસ્ટ મેચમાં રમાયેલી ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટ સામે સમલૈગિકતા સંબંધિત ટિપ્પણી કર્યા હોવાના આક્ષેપ લાગ્યા છે. આ મેચના ત્રીજા દિવસે શેનન અને ઈગ્લેન્ડના રુટ અને ડેઈલી વચ્ચે નોકઝોક થઈ હતી. જેમા રુટનું સ્ટેટમેન્ટ સ્ટંમ્પ માઈકમાં રેકોર્ડ થયું હતું.

આ રેકોર્ડમાં રૂટ બોલી રહ્યો હતો કે, આ વિષય પર ચર્ચા ન કરો, સંમલૈંગિક હોવામાં કોઈ ખરાબી છે. જો કે શેનન ગેબ્રિયલના શબ્દો સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થયા હતા નહી. અંપાયરે પણ આ બાબતે વાત કરી હતી. રુટે કહ્યું હતું કે જે વાતો મેદાન પર થાય છે તે મેદાન સુધી જ રહેવી જોઈએ. ક્યારેક કોઈ વ્યક્તિ બોલી જાય છે જેનો તેને પાછળથી પસ્તાવો થાય છે અને રૂટ કોઈ પણ જાતની કમ્પ્લેન કરવા ઈચ્છતા ન હતા . જો કે ICC દ્વારા કડક વલણ અપનાવતા શેનન ગેબ્રિયલ પર ચાર મેચનો બેન મુકવામાં આવ્યો છે.

cricket news england