SAના આ ક્રિકેટરનાં નાના ભાઈની ઘરઆંગણે જ ગોળી મારીને હત્યા

08 October, 2020 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SAના આ ક્રિકેટરનાં નાના ભાઈની ઘરઆંગણે જ ગોળી મારીને હત્યા

ફાઈલ તસવીર

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થનાર સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલેન્ડરના નાના ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

કેપટાઉનમાં તેમના ઘર પર અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વર્નોનનાં નાના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પૂર્વ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નોન ફિલેન્ડરના નાના ભાઈ ટાયરોન ફિલેન્ડરની બુધવારની બપોરે અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. 32 વર્ષીય ટાઈરોન જ્યારે પાડોશીઓને પાણી આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ બંદૂકધારી શખ્સોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેને કારણે ટાઈરોન ત્યાં જ જમીન પર લોહીનાં ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વર્નોને હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લીધું છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, આજે મારા પરિવારમાં એક ક્રૂર હત્યા કરી દેવામાં આવી છે, આ ઘટના મારા હોમટાઉનમાં થઈ છે. હું લોકોને એ વાતનો અનુરોધ કરીશ કે આ મુશ્કેલીના સમયમાં મારા પરિવારને એકલાં રહેવાની જરૂર છે, તેઓનાં એકાંતનું સન્માન કરવું જોઈએ. પોલીસને તેમનું કામ કરવા દો. ટાઈરોન હંમેશા અમારા દિલમાં રહેશે. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

south africa cricket news international news