લૉકડાઉનને ફૉલો નહીં કરનારાઓ પર ગૌતમ ગંભીરે કહ્યું, ક્વૉરન્ટાઇન અથવા જેલ

24 March, 2020 09:55 AM IST  |  New Delhi | Agencies

લૉકડાઉનને ફૉલો નહીં કરનારાઓ પર ગૌતમ ગંભીરે કહ્યું, ક્વૉરન્ટાઇન અથવા જેલ

ગૌતમ ગંભીર

ભૂતપૂર્વ ક્રિકેટર અને પૉલિટિશ્યન ગૌતમ ગંભીરનું કહેવું છે કે લોકોને ખૂબ ચુસ્તપણે નિયમ ફૉલો કરવાનું કહેવાયું છે. ઇન્ડિયામાં કોરોના વાઇરસના કેસ ૪૦૦નો આંકડો ક્રૉસ કરી ગયો છે. ઇન્ડિયાનાં ઘણાં શહેરોમાં સોમવારથી જ લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ એમ છતાં ઘણા લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.

ઘણા લોકો હજી પણ કોરોના વાઇરસને સિરિયસ્લી નથી લઈ રહ્યા અને જાણે સેલિબ્રેશન ચાલતું હોય એમ રસ્તા પર નીકળી પડે છે. આથી ગુસ્સે થઈને ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું હતું કે ‘તમે તમારી ફૅમિલીને પણ સાથે લઈને જઈ શકો છો, પછી એ ક્વૉરન્ટીન હોય કે જેલ. તમે સોસાયટી કે શહેર માટે ખતરો નહીં બની શકો. ઘરમાં રહો. જૉબ અને બિઝનેસ સાથે આ લડાઈ નથી. આપણી આ લડાઈ લાઇફ સાથે છે. લોકો જે સેવા અને સર્વિસ પૂરી પાડી રહ્યા છે એમાં તમે અવરોધ ન બનો. લૉકડાઉનને ફૉલો કરો. જય હિન્દ.’

gautam gambhir cricket news sports news coronavirus covid19