7 વર્ષની છોકરીએ માર્યો ધોની જેવો હેલિકૉપ્ટર શૉટ, જોઇને ચોંકી ગયા સિતારા

14 August, 2020 07:41 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

7 વર્ષની છોકરીએ માર્યો ધોની જેવો હેલિકૉપ્ટર શૉટ, જોઇને ચોંકી ગયા સિતારા

પરી શર્મા

મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકૉપ્ટર શૉટ જોવા માટે આખું વિશ્વ આઇપીએલની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. આ દરમિયાન, હરિયાણાની સાત વર્ષની દીકરી પરી શર્માનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે આબેહૂબ ધોનીની જેમ હેલિકૉપ્ટર શૉટ મારી રહી છે. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપજાએ આ વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે.

તેમણે લોકોને પૂછ્યું કે શું આ છોકરી સુપર ટેલેન્ટેડ નથી? પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ આ છોકરીનું હૂનર જોઇને આશ્ચર્ય ચકિત રહી ગયા છે.

આકાશે પરીની બૅટિંગનો 18 સેકેન્ડ્સનો વીડિયો શૅર કર્યો
18 સેકેન્ડના આ વીડિયોમાં પરી એક પછી એક હેલિકૉપ્ટર શૉટ મારી રહી છે અને બૅકગ્રાઉન્ડમાં આકાશ કૉમેન્ટ્રી કરતાં સંભળાય છે. પરીની બૅટિંગ અંગે આકાશ કહે છે કે શૉટનું નામ તો હેલિકૉપ્ટર છે, પણ છોકરી રૉકેટ છે. શું બૅક લિફ્ટ છે અને શૉમાં શું તાકાત?

માંજરેકર પણ પરી બૅટિંગ જોઇને ચકિત
માંજરેકરે પણ આ વીડિયો શૅર કરતાં લખ્યું કે, "મેં જોયું કે કેવી રીતે હેલિકૉપ્ટર શૉટની પ્રૅક્ટિસ કરવામાં આવે છે. ધોનીએ વિકેટની બરાબર નજીક બૉલ પકડવાના હૂનરની સાથે જ બૅટિંગની એક આગવી ટેકનિક પૉપ્યુલર કરી છે, જે નવા આવતાં ખેલાડીઓ માટે એક સારો વિકલ્પ છે."

પરીને તેના પિતા બૅટિંગ શીખવાડે છે.
પરી હરિયાણાના રોહતકની રહેવાસી છે અને મહિલા ક્રિકેટમાં દેશ તરફથી રમવાનું સપનું સેવી રહી છે. 7 વર્ષની આ છોકરીને તેના પિતા પ્રદીપ શર્મા જ બૅટિંગનું ઝીણવટતાથી અભ્યાસ કરાવે છે. તે પોતે જોગિંદર શર્મા અને અજય રાત્રા જેવા પૂર્વ ભારતીય ક્રિકેટર્સ સાથે રમી ચૂક્યા છે.

નાસિર હુસૈન અને માઇકલ વૉન પણ પરીના કરે છે વખાણ
આ પહેલી વાર નથી જ્યારે પરી દિગ્ગજ ક્રિકેટરોના ધ્યાનમાં આવી છે. આ પહેલા પણ પરી પોતાની બૅટિંગથી કેટલાય દિગ્ગજ ક્રિકેટરોના વખાણ મેળવી ચૂકી છે.

cricket news sports sports news