બૅન બાદ ફરીથી મેદાનમાં ઉતરવા તૈયાર શ્રીસંત, આ ટીમમાં એમનો સમાવેશ

15 December, 2020 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૅન બાદ ફરીથી મેદાનમાં ઉતરવા તૈયાર શ્રીસંત, આ ટીમમાં એમનો સમાવેશ

શ્રીસંત

ઈન્ડિયન ટીમનો સૌથી ઝડપી બૉલર શ્રીસંત (S. Sreesanth) એકવાર ફરીથી ક્રિકેટ મેદાનમાં ઉતરવા તૈયાર છે. શ્રીસંતનો બીસીસીઆઈ (BCCI) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે કેરળની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કેરળ ક્રિકેટ એસોસિએશને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (syed mushtaq ali trophy)માટે તેના 36 સભ્યોની સંભવિતોની પંસદગી કરવામાં આવી છે, જેમાં શ્રીસંતનું નામ પણ સામેલ છે. 10 જાન્યુઆરી 2021થી આ ટૂર્નામેન્ટ રમવામાં આવશે. શ્રીસંત પર આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) મેચ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા પ્રતિબંધ મૂક્યો હતો.

કેરળની મંગળવારે જાહેર કરાયેલી સંભવિત સૂચિમાં શ્રીસંત સિવાય સંજૂ સેમસન, સચિન બેબી, જલજ સક્સેના, રોબિન ઉથપ્પા અના બાસિલ થમ્પી જેના દિગ્ગજ ખેલાડીઓ છે. શ્રીસંત પરનો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે 20થી 30 ડિસેમ્બર સુધી દરમિયાન યોજનારી ટીમ શિબિરમાં ભાગ લેશે.

આની પહેલા તે કેરળ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ટી-20 સીરીઝમાં એક ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી. તેણે છેલ્લીવાર ભારતીય ટીમનું 2011માં પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહ્યો છે.

કોરોના વાઈરસના રોગચાળાના કારણે આ ઘરેલૂ ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન મોડું થઈ રહ્યું છે. આ 2020-21 સીઝનની બીસીસીઆઈની પ્રથમ ટૂર્નામેન્ટ રહેશે.

s sreesanth cricket news sports news