16 December, 2025 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ કૈફ
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન મોહમ્મદ કૈફે ટીમ-મૅનેજમેન્ટને સાઉથ આફ્રિકા સામેની બાકીની T20 મૅચમાંથી શુભમન ગિલને બાકાત રાખવાની વિનંતી કરી છે. તે કહે છે, ‘શુભમન ગિલને એકસાથે ઘણી બધી જવાબદારી સોંપવામાં આવી છે; ટેસ્ટ-કૅપ્ટન્સી, વન-ડેની કૅપ્ટન્સી, T20ની વાઇસ-કૅપ્ટન્સી. કોઈ પણ ખેલાડી એકસાથે આટલી બધી જવાબદારી ન સંભાળી શકે અને એ શક્ય પણ નથી. જવાબદારીઓ ધીમે-ધીમે આપવી જોઈએ. મને લાગે છે કે તેને બ્રેક આપવાનો અને અન્ય પ્લેયર્સને અજમાવવાનો સમય આવી ગયો છે. સંજુ સૅમસન અને યશસ્વી જાયસવાલ ઉચ્ચ ગુણવત્તાના ખેલાડી છે. તેમને પૂરતી તક મળી નથી. આમાં બેવડાં ધોરણ ન હોવાં જોઈએ. વાઇસ-કૅપ્ટન્સને આ પહેલાં પણ ડ્રૉપ કર્યા છે. જો શુભમન ગિલને આરામ આપવાનું અને બીજા કોઈને ટીમમાં લાવવાનું ટીમના હિતમાં હોય તો એમાં કાંઈ ખોટું નથી.’
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં શુભમન ગિલ અનુક્રમે ચાર, ઝીરો અને ૨૮ રન કરી શક્યો છે.