હેડ કોચ તરીકે ILT20 2026નું ટાઇટલ જીતનાર જેમ્સ ફોસ્ટર CSKનો ફીલ્ડિંગ-કોચ નિયુક્ત થયો

18 March, 2026 03:22 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

IPL 2026 દરમ્યાન તે પોતાનો અનુભવ મહેન્દ્ર સિંહ ધોની અને સંજુ સૅમસન જેવા વિકેટકીપર્સ સાથે શૅર કરતો જોવા મળશે.

જેમ્સ ફોસ્ટર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન પહેલાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જેમ્સ ફોસ્ટરને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફીલ્ડિંગ-કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૪૫ વર્ષનો આ ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ સહિત કોલકાતા નાઇટ રાઇડર્સ જેવી લીગ ટીમનો કોચિંગ સેટઅપનો ભાગ રહી ચૂક્યો છે. જેમ્સ‍ ફોસ્ટર ૨૦૦૧થી ૨૦૦૯ વચ્ચે વિકેટકીપર તરીકે ઇંગ્લૅન્ડ માટે ૨૩  ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ૨૦૧૮માં રમવામાંથી નિવૃત્તિ લીધા પછી તેણે ફ્રૅન્ચાઇઝ ક્રિકેટમાં નોંધપાત્ર કોચિંગ અનુભવ મેળવ્યો છે. તેણે જાન્યુઆરી ૨૦૨૬માં મુખ્ય કોચ તરીકે ડેઝર્ટ વાઇપર્સને ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20) ટાઇટલ સુધી પહોંચાડ્યું હતું. IPL 2026 દરમ્યાન તે પોતાનો અનુભવ મહેન્દ્ર સિંહ ધોની અને સંજુ સૅમસન જેવા વિકેટકીપર્સ સાથે શૅર કરતો જોવા મળશે.

cricket news chennai super kings sports news sports IPL 2026 indian premier league