ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા અનેક સવાલ

17 July, 2019 07:30 PM IST  |  London

ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા અનેક સવાલ

London : વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ ઇંગ્લેન્ડ ટીમ અને તેના ખેલાડીઓ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ત્યારે ઇંગ્લેન્ડના જ પુર્વ ક્રિકેટર એંડ્રુ સ્ટ્રોસે વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ટીમના સુકાની ઇયોન મોર્ગનની ઘણી પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે મોર્ગને વિશ્વ કપ જીતવાની સાથે એવરેસ્ટ સર કરી લીધો છે. મોર્ગનની આગેવાનીમાં ઈંગ્લેન્ડ 14 જુલાઈએ નાટકીય અંદાજમાં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પરાજય આપી વિશ્વ વિજેતા બનવામાં સફળ રહ્યું હતું.

સ્ટ્રોસે મોર્ગન પર શું કહ્યું જાણો અહીં...
વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ સ્ટ્રોસના હવાલાથી લખ્યું છે
, 'સવાલ છે કે તે શું હાસિલ કરવા ઈચ્છતો હતો કારણ કે તેણે એવરેસ્ટ સર કરી લીધો છે. આ સવાલ બધા ખેલાડીઓ માટે છે કારણ કે અમે ભૂતકાળમાં ભૂલ કરી છે. અમે એશિઝ જીત્યા અને નંબર-1 ટીમ બન્યા અને વિચાર્યું કે, આટલું ઘણું છે. સ્ટ્રોસે કહ્યું, 'અમારે આ તકને લોન્ચપેડ બનાવવાની રીત શોધવી પડશે અને અહીંથી આગળ જવું પડશે. આ એક મોટો પડકાર છે.' ડાબા હાથના આ પૂર્વ બેટ્સમેને કહ્યું કે, તે મોર્ગન પર છે કે તે ટીમની આગેવાની કરવા ઈચ્છે છે કે નહીં.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

મોર્ગનને કેપ્ટન પદે યથાવત રહેવા માટે તેની અંદર ઇચ્છા હોવી જોઇએ
: સ્ટ્રોસ
સ્ટ્રોસે કહ્યું, 'મને ચોક્કસ પણે આશા છે કે, જો તે આ વાતને લઈને સ્પષ્ટ હશે નહીં કે આગળ તેણે શું કરવાનું છે તો તે આ સમયે વિચારવા માટે થોડો સમય લેશે કે તે ક્યાં છે.' તેમણે કહ્યું, 'કેપ્ટન પદે યથાવત રહેવા માટે તેમની અંદર ઇચ્છા હોવી જોઈએ અને તે પ્રેરિત હોવો જોઈએ જેથી ખેલાડીઓને પ્રેરિત કરતો રહે જેમ છેલ્લા ચાર વર્ષથી કરતો આવ્યો છે.' રમતના ત્રણેય ફોર્મેટમાં ટીમના વાઇસ-કેપ્ટન જોસ બટલરને મોર્ગનના ઉત્તરાધિકારીના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. તેણે છ વનડે અને ચાર ટી20 મેચમાં આગેવાની કરી છે. બટલરે કહ્યું હતું કે, એવું કોઈ કારણ દેખાતુ નથી કે મોર્ગન કેપ્ટનપદ છોડે.

world cup 2019 cricket news england Eoin Morgan