કોરોનાને લીધે ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર કિશન રુંગટાનું નિધન

03 May, 2021 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેડ બોર્ડ (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ સિલેક્ટર અને રાજસ્થાન ટીમના કૅપ્ટન કિશન રુંગટાનું જયપુરમાં કોરોનાને લીધે ગઈ કાલે નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. ગયા અઠવાડિયે તેઓ કોરોના-પૉઝિટિવ આવ્યા હતા.

કિશન રુંગટા

બીસીસીઆઇના અધિકારીએ તેમના નિધનની પુષ્ટિ કરીને શોક પ્રગટ કર્યો હતો. ૧૯૫૩થી ૧૯૭૩ સુધી તેઓ ૫૯ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા છે, જેમાં ૨૭૧૭ રન બનાવ્યા છે.

લલિત મોદીએ ૨૦૦૦માં તેમને ચૂંટણીમાં હરાવ્યા હતા. લલિત મોદી પહેલાં અંદાજે પાંચ દસકા સુધી રુંગટા પરિવારે રાજસ્થાન ક્રિકેટમાં સત્તા સંભાળી હતી. 

cricket news sports news board of control for cricket in india