બંગલા દેશનો મુશરફ હુસેન કોરોના-પૉઝિટિવ

11 August, 2020 12:31 PM IST  |  Dhaka | Agencies

બંગલા દેશનો મુશરફ હુસેન કોરોના-પૉઝિટિવ

મુશરફ હુસેન

બંગલા દેશના સ્પિનર મુશરફ હુસેન કોરોના-પૉઝિટિવ મળ્યો છે. તે ઘરમાં ક્વૉરન્ટીન છે. એ પહેલાં તેના પપ્પા પૉઝિટિવ આવ્યા હતા. આ વિશે હુસેને કહ્યું કે ‘મારા પપ્પા પહેલાં કોરોના-પૉઝિટિવ આવ્યા હતા અને તેઓ સીએમએચ હૉસ્પિટલમાં આઇસીયુમાં છે. મારામાં થોડાં ઘણાં લક્ષણ દેખાતાં મેં પણ કોરોના વાઇરસની ટેસ્ટ કરાવી હતી અને એ પૉઝિટિવ આવી. મારા પિતા સારા છે અને હું પણ મારા ઘરે આઇસોલેશનમાં છું. મારી પત્ની અને મારું બાળક નેગેટિવ આવ્યું છે અને તેઓ મારાં સાસુ-સસરા સાથે રહે છે.’

bangladesh cricket news sports news