ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન બેરી જર્મનનું નિધન

19 July, 2020 01:52 PM IST  |  Mumbai Desk

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન બેરી જર્મનનું નિધન

બેરી જર્મન

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન બેરી જર્મનનું બીમારીને લીધે નિધન થયું છે. તેઓ ૮૪ વર્ષના હતા. ૨૩ વર્ષની ઉંમરે ૧૯૫૯માં તેમણે ભારત સામે કાનપુરમાં ડેબ્યુ કર્યું હતું. વિકેટકીપર તરીકે ૧૯૫૯થી ૧૯૬૯ સુધી તેઓ ૧૯ ટેસ્ટ મૅચ રમ્યા હતા. ૧૯૬૮માં ઍશિઝ વખતે ઑસ્ટ્રેલિયાના રેગ્યુલર કૅપ્ટન બિલ લૉરી ઈજાગ્રસ્ત થયા હોવાથી બેરીએ તેમના સ્થાને ટીમની કમાન સંભાળી હતી. બેરીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપતાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું કે ‘બેરી જર્મનના નિધનથી અમને ઘણું દુઃખ થયું છે. ઑસ્ટ્રેલિયન પુરુષોની ટેસ્ટ ક્રિકેટ ટીમના તેઓ ૩૩મા કૅપ્ટન હતા જેમનું ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. અમે તેમનાં પત્ની અને બાળકોના દુઃખમાં સહભાગી છીએ.’

cricket news sports sports news