IPL કરતાં PSLનું બોલિંગ-લેવલ ઘણું સારું છે : વસીમ અકરમ

06 June, 2020 11:10 AM IST  |  Lahore | Agencies

IPL કરતાં PSLનું બોલિંગ-લેવલ ઘણું સારું છે : વસીમ અકરમ

વસીમ અકરમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમનું કહેવું છે કે જે પ્લેયરો ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં રમે છે તેઓમાંના કેટલાક ફૉરેન પ્લેયરોએ મને કહ્યું છે કે પીએસએલનું બોલિંગ-લેવલ આઇપીએલ કરતાં સારું છે. વસીમ અકરમે કહ્યું કે ‘હું પાંચ વર્ષ પીએસએલનો ભાગ રહ્યો છું અને મેં ઘણા વિદેશી પ્લેયરોને આ વચ્ચેના તફાવત પૂછ્યા છે. ઘણા લોકોએ મને કહ્યું કે બોલિંગ-લેવલ પીએસએલમાં વધારે સારું છે. આઇપીએલમાં તમને કોઈ એક એવો બોલર મળી જશે જેને તમે સારો એવો હિટ કરી શકો, પણ વિદેશી રમતવીરોના મતે પાકિસ્તાન સુપર લીગમાં બોલરોની ગુણવત્તા આઇપીએલ કરતાં વધારે સારી છે. ખરું કહું તો બન્ને લીગની સરખામણી કરવી યોગ્ય નથી, કારણ કે આઇપીએલ ૧૦-૧૨ વર્ષથી રમાય છે, જ્યારે પીએસએલ પાંચ વર્ષથી રમાય છે. એમ છતાં આઇપીએલ પછી પીએસએલ બીજા નંબરની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે.’

wasim akram ipl 2020 indian premier league pakistan cricket news sports news