પહેલી વાર ઇંગ્લૅન્ડમાં કોઈએ મને ગાળ નથી આપી : ડેવિડ વૉર્નર

06 September, 2020 11:08 AM IST  |  Southampton | Agency

પહેલી વાર ઇંગ્લૅન્ડમાં કોઈએ મને ગાળ નથી આપી : ડેવિડ વૉર્નર

ડેવિડ વૉર્નર

ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી ટી૨૦ બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરે કહ્યું કે કદાચ પહેલી વાર ઇંગ્લૅન્ડમાં કોઈએ મને ગાળો નથી આપી. આ વિશે વિગતવાર વાત કરતાં ડેવિડે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે કોઈએ મને ગાળો નથી આપી. મારા માટે આ સારી વાત છે. તમને આ નિંદા ગમે ત્યાંથી મળી શકે છે. ઘરઆંગણે અને બહાર રમવાનું અમે બધા પસંદ કરીએ છીએ અને મોટા ભાગે ઘરઆંગણે રમવાની એક અલગ જ મજા હોય છે અને એના ફાયદા અને ગેરફાયદા હોય છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે અમે હંમેશાં અલગ પ્રકારની તૈયારી કરતા હોઈએ છીએ અને અહીં આવીને ફરીથી રમવાનું ઘણું ગમ્યું.’

cricket news david warner sports news england australia