ફૂટબૉલરના હાથે ફૂટ્યો ગ્રેનેડ પ્લેયરો ને પ્રેક્ષકો ડરીને ભાગ્યા

22 September, 2012 06:49 AM IST  | 

ફૂટબૉલરના હાથે ફૂટ્યો ગ્રેનેડ પ્લેયરો ને પ્રેક્ષકો ડરીને ભાગ્યા

એક પ્રેક્ષકે મેદાન પર એક ગ્રેનેડ ફેંક્યો હતો જે બ્રેક દરમ્યાન પૅવિલિયન તરફ આવી રહેલા ઈરાનના આદેલ કોલાકાજ નામના પ્લેયરે બિયરનું ખાલી કૅન સમજીને ઉપાડી લીધો હતો. આદેલે માની લીધેલું બિયરનું કૅન સાઇડલાઇનની બહાર ફેંક્યું હતું.

જોકે આદેલે બિયરનું કૅન માનીને ફેંકેલી એ ચીજ હકીકતમાં ગ્રેનેડ હતો જે તેણે ફેંકતાં જ ફાટ્યો હતો. જો આદેલે થોડી પળો પછી ગ્રેનેડ ઉપાડ્યો હોત અને એ ફાટ્યો હોત તો કદાચ તેનો હાથ ઊડી ગયો હોત. ગ્રેનેડ ફાટતાં જ પ્લેયરો અને રેફરીઓ ભાગ્યા હતા. ઘટનાસ્થળે ખૂબ ધુમાડો થયો હતો અને સ્ટેડિયમમાં પ્રેક્ષકોમાં પણ ગભરાટને કારણે નાસભાગ થઈ હતી. જોકે સિક્યૉરિટી ગાર્ડ્સે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી અને મૅચ ફરી શરૂ થઈ હતી. આ બનાવમાં પ્લેયરોને કે પ્રેક્ષકોને કોઈને પણ ઈજા નહોતી થઈ. મૅચ ૦-૦થી ડ્રૉ થઈ હતી.