સ્મિથ ફરી બોલિન્જરની સામે આવ્યો એટલે ફસાયો

22 October, 2011 07:24 PM IST  | 

સ્મિથ ફરી બોલિન્જરની સામે આવ્યો એટલે ફસાયો

 

ગયા ગુરુવારે સ્મિથ પ્રથમ T20 મૅચમાં બોલિન્જરની પહેલી ઓવરના પાંચ બૉલમાં બીટ થયા પછી છઠ્ઠા બૉલમાં આઉટ થઈ ગયો હતો. એ કડવા અનુભવને લીધે તેણે રવિવારની બીજી T20 મૅચમાં ઇનિંગ્સની શરૂઆત કરવાનું ટાળ્યું હતું અને કૅપ્ટન હાશિમ અમલાને દાવની શરૂઆત કરવાની વિનંતી કરી હતી. અમલાએ તેનું કહ્યું કર્યું તો ખરું, પણ બોલિન્જર સામે અમલા ચાર બૉલમાં  સંઘર્ષ કર્યા પછી પાંચમા બૉલમાં આઉટ થઈ ગયો હતો.

સ્મિથે બુધવારે સિરીઝની પ્રથમ વન-ડેમાં ફરી બોલિન્જર સામે આવવાની હિંમત કરી હતી અને ફસાઈ ગયો હતો. બોલિન્જરના ઇનિંગ્સના પહેલા ચાર બૉલમાં સ્મિથ ટકી ગયો હતો અને એક ફોર પણ ફટકારી હતી, પરંતુ પાંચમા બૉલ પર એ જ ચાર રનના સ્કોરે તે આઉટ થઈ ગયો હતો અને સેન્ચુરિયનના પ્રેક્ષકોએ સ્મિથનો હુરિયો બોલાવ્યો હતો. જોકે અમ્પાયરને સ્મિથને લેગ બિફોરની અપીલમાં ખોટો આઉટ આપ્યો હતો. બૉલ સ્મિથને ન વાગ્યો હોત તો સ્ટમ્પ્સની ઉપરથી પસાર થઈ ગયો હોત એવું રિપ્લેમાં જોવા મળ્યું હતું.