અગ્રેસિવ ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાએ બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડેઃ ફિન્ચ

12 September, 2020 12:20 PM IST  |  Manchester | IANS

અગ્રેસિવ ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાએ બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડેઃ ફિન્ચ

ફિન્ચ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચનું માનવું છે કે તેમની ટીમે અગ્રેસિવ ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડે છે. ગઈ કાલે બન્ને ટીમ વચ્ચે પહેલી વન-ડે મેચ રમાઈ હતી. ઍરોન ફિન્ચે કહ્યું કે ‘પાછલી સિરીઝમાં તેમણે ઘણો સારો પર્ફોર્મન્સ આપીને અમને પરાજય આપ્યો હતો, પણ અમે પાછળ ફરીને નથી જોતા. અમારે આગળ વધવાનું છે. આ ચૅલેન્જ મળવી સારી વાત છે, કારણ કે ઇંગ્લૅન્ડ સામે રમવાની મજા આવે છે અને તમને ખબર છે કે અહીં દરેક બૉલ પર સ્પર્ધા ચાલતી હોય છે. ગમે તે બૉલ પર કંઈ પણ થઈ શકે છે માટે તમારે બધી રીતે તૈયાર રહેવું પડે છે. અગ્રેસિવ ઇંગ્લૅન્ડમાં જ્યારે તમારે રમવાનું હોય છે ત્યારે તમારે ૧૦૦ ટકા તૈયાર રહીને રમવું પડે છે.’

cricket news sports news england australia