લડાયક રોહિત-પુજારાએ કરાવ્યું કમબૅક

05 September, 2021 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદેશી ધરતી પર મુંબઈકરની પ્રથમ ટેસ્ટ-સેન્ચુરી, ઇન્જરી છતાં લડતા રહીને પુજારા હાફ સેન્ચુરી કરી જીત્યો દિલ : લીડ બાદને બાદ કરતતાં ભારતના ૧૭૧ રન, ૭ વિકેટ બાકી

રોહિત શર્મા

લીડ્સમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટના ગઈ કાલે ત્રીજા દિવસે ભારતીય બૅટ્સમેનોએ આખરે તેમનો ક્લાસ બતાવીને શાનદાર કમબૅક કર્યું હતું. પહેલી ઇનિંગ્સમાં ૯૯ રનથી પાછળ પડ્યા બાદ ભારતે ગઈ કાલે વિનાવિકેટે ૪૩ રનથી આગળ રમતાં રોહિત શર્માની પહેલી વિદેશી ધરતી પરની ટેસ્ટ-સેન્ચુરી અને ધ વૉલ ચેતેશ્વર પુજારાની લડાયક હાફ સેન્ચુરીની મદદથી દિવસના અંતે ૩ વિકેટે ૨૭૦ રન બનાવી લીધા હતા. લીડને બાદ કરતાં ભારતના ૧૭૧ રન થયા છે અને એની ૭ વિકેટ બાકી છે. ‍હવે આજે જો બાકીના બૅટ્સમેનો ઇંગ્લૅન્ડ સામે ૨૫૦ પ્લસનો ટાર્ગેટ આપવામાં સફળ થશે તો મૅચ રોમાંચક બની રહેવાની સંભાવના છે. 
ગઈ કાલે લોકેશ રાહુલ ૪૬ રન બનાવીને જલદી આઉટ ગયો હતો, પણ ત્યાર બાદ રોહિત શર્મા (૨૫૬ બૉલમાં એક સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૨૭) અને ચેતેશ્વર પુજારા (૧૨૭ બૉલમાં ૯ ફોર સાથે ૬૧ રન)એ બીજી વિકેટ માટે ૨૭૮ બૉલમાં ૧૫૩ રનની સૉલિડ પાર્ટનરશિપ કરી અંગ્રેજોને બરાબરના હંફાવ્યા હતા અને ભારતને મૅચમાં કમબૅક કરાવી આપ્યું હતું. જોકે ૮૧મી ઓવરમાં ઑલી રૉબિનસને બન્ને ખેલાડીઓને આઉટ કરી દેતાં અંગ્રેજોને થોડી રાહત થઈ હતી. ત્યાર બાદ બૅડ લાઇટને લીધે મૅચ વહેલી અટકાવી દેવામાં આવી ત્યારે કૅપ્ટન વિરાટ કોહલી ૨૨ અને રવીન્દ્ર જાડેજા ૯ રન સાથે રમી રહ્યા હતા. 

ઇંગ્લૅન્ડમાં ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી, રોહિત પ્રથમ

ગઈ કાલની સેન્ચુરી સાથે રોહિતે એક અનોખો રેકૉર્ડ પણ બનાવી લીધો છે. આ સાથે તે ઇંગ્લૅન્ડમાં ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બન્યો છે. ગઈ કાલની ટેસ્ટમાં પ્રથમ સેન્ચુરી ઉપરાંત તે ઇંગ્લૅન્ડમાં વન-ડેમાં ૭ અને ટી૨૦ ઇન્ટરનૅશનલમાં એક સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. 

રોહિતનાં અન્ય કારનામાં

ગઈ કાલે પુજારાને રન લેતી વખતે પગમાં મોચ આવી ગઈ હતી અને ખૂબ દર્દ થઈ રહ્યું હતું. જોકે પુજારા એવા દર્દ છતાં ટીમને મુસીબતમાં જોતાં મેદાન છોડીને નહોતો ગયો અને લડતો રહ્યો હતો.

Sports News Cricket News cheteshwar pujara rohit sharma