સુવારેઝ એક વર્ષ પછી ચેલિનીને બચકું ભરવામાં આખરે સફળ થયો

26 June, 2014 05:56 AM IST  | 

સુવારેઝ એક વર્ષ પછી ચેલિનીને બચકું ભરવામાં આખરે સફળ થયો




આખરે થયો સફળ : વર્ષ પહેલાં ચેલિનીને બટકું ભરવામાં નિષ્ફળ રહેલો સુવારેઝ ગઈ કાલે સફળ થયો હતો. રેફરીને દાંતનાં નિશાન બતાવતો ચેલિની (ઉપર).


નતાલ: જોકે ગઈ કાલે સુવારેઝ અને ઉરુગ્વે બન્ને સફળ થયાં હતાં. ઉરુગ્વેએ ઇટલીને ૧-૦થી હરાવીને વલ્ર્ડ કપમાંથી બહાર કરી દીધી હતી અને ચેલિનીએ આક્ષેપ કર્યો હતો કે બારેક મિનિટ બાકી હતી ત્યારે સુવારેઝે તેને ખભા પર બચકું ભર્યું હતું. જોકે સુવારેઝ આકસ્મિક રીતે તેનું મોઢું ચેલિનીના ખભા પર ભટકાઈ ગયું હોય એમ મેદાનમાં પડી ગયો હતો, પણ રીપ્લેમાં સુવારેઝ બચકું ભરી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. જ્ત્જ્ખ્એ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. જો સુવારેઝ દોષી સાબિત થશે તો તેના પર બે મૅચથી લઈને બે વર્ષ સુધીનો બૅન આવી શકે એમ છે. બાઇટિંગમૅન તરીકે કુખ્યાત થઈ રહેલા સુવારેઝે આવું કારસ્તાન પહેલીવહેલી વાર નહોતું કર્યું. આ પહેલાં પણ ૨૦૧૦માં નેધરલૅન્ડ્સમાં એક મૅચ દરમ્યાન બચકું ભરવાને લીધે તેના પર સાત મૅચનો અને ગયા વર્ષે ચેલ્સી ટીમના એક ખેલાડીને બચકું ભરતાં દસ મૅચનો બૅન મૂકવામાં આવ્યો હતો.