વર્લ્ડ કપમાં ફીલ્ડ-રિસ્ટ્રિક્શનનો બૅટ્સમૅનને કોઈ લાભ નહીં મળે : કોહલી

18 November, 2014 05:38 AM IST  | 

વર્લ્ડ કપમાં ફીલ્ડ-રિસ્ટ્રિક્શનનો બૅટ્સમૅનને કોઈ લાભ નહીં મળે : કોહલી



રવિવારે સમાપ્ત થયેલી શ્રીલંકા સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાના પાંચ ખેલાડીઓએ સદી ફટકારી હતી. મીડિયા સાથે દિલ્હીમાં ચર્ચા કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘૩૦ યાર્ડ સર્કલની બહાર માત્ર ૪ ખેલાડીઓ જ હોય એવા નિયમથી ઑસ્ટ્રેલિયામાં બૅટ્સમેનોને કોઈ લાભ નહીં થાય. વળી આવાં સ્થળોએ તો બોલર માટે જ વધુ ફાયદો થતો હોય છે.

ગઈ કાલે ભારતને વિજય તરફ દોરી જતી સદી વખતે દબાણમાં હતા એવા પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે ‘દબાણ એક માનસિક સ્થિતિ છે. જો તમે બીજી બધી વાતો બાજુ પર મૂકીને તમારી રમત પર ભાર મૂકો તો તમે એ નહીં અનુભવો.’

ગઈ કાલે કોહલીએ પોતાની નવી વેબસાઇટ www.viratkohli.club નું લૉન્ચિંગ કર્યું હતું જેમાં તેણે મેદાનમાં કરેલાં કારનામાં પર આધારિત એક નવું ઍનિમેનશન- કૅરૅક્ટર બનાવ્યું છે.