૧૦૦ રૂપિયાથી શરૂ થતી T20 વર્લ્ડ કપ 2026 માટેની ટિકિટનું વેચાણ શરૂ થયું

12 December, 2025 02:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં કેટલાક વેન્યુ પર ૧૦૦ રૂપિયાની સૌથી ઓછી કિંમતની ટિકિટ મળશે જે ઑલમોસ્ટ ભારત સિવાયની ટીમોની મૅચ માટે જ ઉપલબ્ધ છે. શ્રીલંકામાં આયોજિત મૅચ માટે ૧૦૦૦ શ્રીલંકન રૂપિયા એટલે ઑલમોસ્ટ ૨૯૨ ભારતીય રૂપિયાથી ટિકિટ વેચાવાની શરૂ થઈ છે.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ટૉસ બાદ ભારત અને અમેરિકાની પહેલી મૅચની ટિકિટ બતાવી ટિકિટ-વેચાણની જાહેરાત કરી હતી.

ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટિકિટનું ઑનલાઇન વેચાણ ગઈ કાલે સાંજે ૬.૪૫ વાગ્યે શરૂ થયું હતું. એન્ટ્રી-લેવલ ટિકિટના ભાવ ઐતિહાસિક રીતે ઓછા રાખવામાં આવ્યા છે જેથી આ મુખ્ય ઇવેન્ટ બધા માટે સુલભ બને. 
ભારતમાં કેટલાક વેન્યુ પર ૧૦૦ રૂપિયાની સૌથી ઓછી કિંમતની ટિકિટ મળશે જે ઑલમોસ્ટ ભારત સિવાયની ટીમોની મૅચ માટે જ ઉપલબ્ધ છે. શ્રીલંકામાં આયોજિત મૅચ માટે ૧૦૦૦ શ્રીલંકન રૂપિયા એટલે ઑલમોસ્ટ ૨૯૨ ભારતીય રૂપિયાથી ટિકિટ વેચાવાની શરૂ થઈ છે. ભારત-શ્રીલંકામાં હાલમાં યોજાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં પણ ૧૦૦ રૂપિયાથી ટિકિટની કિંમત રાખવામાં આવી હતી. 
૨૦૨૬ની ૭ ફેબ્રુઆરીથી શરૂ થતી આ ટુર્નામેન્ટની સુપર-8ના રાઉન્ડ સુધીની ૨૦ લાખ ટિકિટ હાલમાં વેચાણ માટે બહાર પાડવામાં આવી છે. એને બુકમાય શો પરથી ખરીદી શકાશે. સાંજે ટિકિટ-વેચાણ શરૂ થતાં ભારતની મૅચો માટેની ટિકિટ ખરીદવા માટે ફૅન્સ તૂટી પડ્યા હતા.

cricket news indian cricket team t20 world cup sports news sports