તાવને કારણે ન્યુ ઝીલૅન્ડની ટૂરમાંથી આઉટ થયો ફખર ઝમાન

24 November, 2020 02:51 PM IST  |  Lahore | IANS

તાવને કારણે ન્યુ ઝીલૅન્ડની ટૂરમાંથી આઉટ થયો ફખર ઝમાન

ફખર ઝમાન

પાકિસ્તાનનો બૅટ્સમૅન ફખર ઝમાન ન્યુ ઝીલૅન્ડ સામેની ટૂરમાંથી બહાર થયો છે. તેને તાવ હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની ટીમ ન્યુ ઝીલૅન્ડ માટે રવાના થઈ ત્યાં સુધીમાં તે સ્વસ્થ થયો ન હોવાથી તેને ટીમમાંથી આઉટ થવું પડ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યા પ્રમાણે ‘શનિવારે ફખરનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પણ તેને તાવ આવ્યો છે. જેવી અમને આ વાતની જાણ થઈ કે તરત અમે તેને ટીમથી અલગ હોટેલની રૂમમાં આઇસોલેટ કરી દીધો હતો. અમે સતત તેની તબિયતનું ધ્યાન રાખી રહ્યા છીએ અને તે જલદીથી રિકવરી કરે એવી આશા રાખીએ છીએ. સંપૂર્ણપણે ફિટ ન હોવાથી તેનું નામ ટૂરમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને તે પાકિસ્તાનની ટીમ સાથે પ્રવાસ નથી કરી રહ્યો.’
પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મૅચની સિરીઝ ૧૮ ડિસેમ્બરથી શરૂ થશે. ન્યુ ઝીલૅન્ડ સામે બાબર આઝમ દરેક ફૉર્મેટમાં પાકિસ્તાનની કમાન સંભાળતો જોવા મળશે. તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ માટે તૈયારી કરી રહી છે જે ૨૭ નવેમ્બરથી શરૂ થવાની છે.

lahore cricket news sports news