વધુ પડતા એક્સ્ટ્રા રન અમને ભારે પડ્યા : પોલાર્ડ

08 December, 2019 01:16 PM IST  |  Hyderabad

વધુ પડતા એક્સ્ટ્રા રન અમને ભારે પડ્યા : પોલાર્ડ

કેરોન પોલાર્ડ

(આઇ.એ.એન.એસ.) વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કીરોન પોલાર્ડનું કહેવું છે કે તેની ટીમે આપેલા એક્સ્ટ્રા રન તેમને ભારે પડ્યા હતા. પહેલી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝે 207 રન કર્યા હતા એમ છતાં તેઓ હારી ગયા હતા. વિરાટના 94 અને કે. એલ. રાહુલના 62 રન દ્વારા ઇન્ડિયાએ ૨૦૭ રનનો આંકડો 209 કરીને મૅચ જીતી લીધી હતી. આ વિશે પોલાર્ડે કહ્યું હતું કે ‘208 રન કરવાના હોય ત્યારે તમે મોટા ભાગે જીતી જાઓ છો. જોકે અમે અમારી બોલિંગ અને એક્સ્ટ્રાને કારણે હાર્યા છીએ. અમારી બોલિંગ ખરાબ હતી. અમે જે રીતે અમારો પ્લાન તૈયાર કર્યો હતો એ રીતે કામ કર્યું હોત તો અમે જીતી ગયા હોત.’

કોહલી એક ઍનિમેટેડ કૅરૅક્ટર છે. તે એક ગ્રેટ બૅટ્સમૅન છે અને તે દુનિયાને સતત દેખાડી રહ્યો છે કે તે વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન છે. તે જેકંઈ કરી રહ્યો છે એ ક્રિકેટનો એક પાર્ટ છે. કેટલીક વાર વધુ રન કરવા માટે તમારે એવું કરવું પડે છે અને એનાથી મને કોઈ પ્રૉબ્લેમ નથી.

- કીરોન પોલાર્ડ, કેસ્રિક વિલિયમ્સને સિક્સ માર્યા બાદ વિરાટની નોટબુક સિગ્નેચર સ્ટાઇલ વિશે

cricket news kieron pollard virat kohli team india west indies