મહાન ફૂટબૉલર રોનાલ્ડો છે મેસી કરતાં ૮૬૯ દિવસ મોટો

06 November, 2012 06:09 AM IST  | 

મહાન ફૂટબૉલર રોનાલ્ડો છે મેસી કરતાં ૮૬૯ દિવસ મોટો



લંડન:

પોટુર્ગલનો સત્તાવીસ વર્ષનો પ્લેયર રોનાલ્ડો સ્પેનની રિયલ મૅડ્રિડ ટીમ વતી રમે છે, જ્યારે આર્જેન્ટિનાનો પચીસ વર્ષની ઉંમરનો મેસી સ્પેનની બાર્સેલોનાની ટીમમાં છે. મેસી કરતાં રોનાલ્ડો ૮૬૯ દિવસ મોટો છે. નવાઈની વાત એ છે કે રોનાલ્ડોનો પુત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર પણ આ જ આંકડાનું સામ્ય ધરાવે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર ઉંમરમાં મેસીના પુત્ર ટીઆગો કરતાં ૮૬૯ દિવસ મોટો છે.

રોનાલ્ડોના પુત્રનો જન્મ સરોગસીથી

રોનાલ્ડોએ હજી લગ્ન નથી કર્યા, પરંતુ જૂન ૨૦૧૦માં તેણે સરોગેટ મધરની મદદથી પુત્ર મેળવ્યો હતો. કહેવાય છે કે એ સ્ત્રી અમેરિકામાં રહેતી હતી અને તેને રોનાલ્ડોએ સરોગસીથી પુત્ર આપવા બદલ મોટી રકમ ચૂકવી હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયરનો જન્મ ૧૭ જૂન ૨૦૧૦ના દિવસે થયો હતો.

મેસીનો પુત્ર પાંચ દિવસનો થયો

મેસીની ગર્લફ્રેન્ડ ઍન્ટોનેલા રૉકુઝોએ શુક્રવારે પુત્રને જન્મ આપ્યો હતો જેનું ટીઆગો નામ મેસી-ઍન્ટોનેલાએ તેના જન્મ પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું.

ફૂટબૉલસ્ટાર રોનાલ્ડોનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૮૫ના દિવસે થયો હતો, જ્યારે મેસી ૨૪ જૂન ૧૯૮૭ના દિવસે જન્મ્યો હતો.