રોહિત અને ધવન સાથે બૅટિંગ ઘણી એન્જૉય કરું છું : રાહુલ

09 January, 2020 02:30 PM IST  |  Indore

રોહિત અને ધવન સાથે બૅટિંગ ઘણી એન્જૉય કરું છું : રાહુલ

લોકેશ રાહુલ

શ્રીલંકાને બીજી ટી૨૦ મૅચમાં સાત વિકેટે મહાત આપીને ઇન્ડિયાએ ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે. આ મૅચમાં ટીમ ઇન્ડિયા વતી લોકેશ રાહુલે સૌથી વધારે ૪૫ રન બનાવ્યા હતા. જોકે આ ઓપનિંગ બૅટ્સમૅને કહ્યું કે તે પોતાના સાથી ઓપનિંગ પ્લેયર રોહિત શર્મા અને શિખર ધવન સાથેની બૅટિંગ ઘણી એન્જૉય કરતો હોય છે.

શિખર ધવને ઈજા બાદ ટીમમાં કમબૅક કર્યું હતું અને ૩૨ રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ગેમ વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે ‘ટીમના બધા પ્લેયર જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઊ‍તર્યા હતા. રોહિત સાથે હોય ત્યારે રમવાનું ઘણ‌ું સરળ લાગે છે, જ્યારે શિખર સાથે થોડું વધારે ઇઝી છે કેમ કે મારા ટેસ્ટ-કરીઅરની શરૂઆત મેં ધવન સાથે કરી હતી અને અમે બન્ને એકબીજાને સારી રીતે સમજીએ છીએ. તે બન્ને સાથે જ્યારે હું બૅટિંગ કરું છું ત્યારે ઘણું એન્જૉય કરું છું.’

પોતાની બૅટિંગ વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે ‘રન બનાવવામાં અમે વધારે સારા હતા. મને ધ્યાનમાં છે કે મારે કઈ રીતે વધારે રન બનાવવા જોઈએ અને લાંબી ઇનિંગ રમવી જોઈએ. જે પ્રમાણે મેં ગેમ રમી છે એ પ્રમાણે આગળ પણ રમતા રહેવાની ઇચ્છા રાખું છું.’

ટેસ્ટમાં રાહુલ ૫૦ બૉલમાં સેન્ચુરી મારવાની ક્ષમતા રાખે છે : ગંભીર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ગૌતમ ગંભીરે લોકેશ રાહુલનાં વખાણ કરતાં કહ્યું છે કે તેનામાં ૫૦ બૉલમાં ૧૦૦ રન કરવાની ક્ષમતા છે. ગંભીરે કહ્યું કે ‘રાહુલ ખૂબ સારા ફૉર્મમાં ચાલી રહ્યો છે. દરેક વખતે તેની બૅટિંગ જોવી મને ગમે છે, પણ મને એમ લાગે છે કે શા માટે તે આ રીતે ટેસ્ટ મૅચમાં નથી રમતો? માત્ર વાઇટ બૉલ ગેમનો પ્રશ્ન નથી, પણ તેનામાં જે ક્વૉલિટી છે એ ખરેખર અદ્ભુત છે. તેનામાં એ ક્ષમતા છે કે તે ટેસ્ટ મૅચમાં પણ ૫૦ બૉલમાં સેન્ચુરી મારી શકે છે.’

shikhar dhawan kl rahul rohit sharma cricket news sports news