ઑસ્ટ્રેલિયન બોલરોને ઇંગ્લૅન્ડના પૂંછડિયાઓએ મથાવ્યા

14 September, 2020 12:51 PM IST  |  Mumbai | IANS

ઑસ્ટ્રેલિયન બોલરોને ઇંગ્લૅન્ડના પૂંછડિયાઓએ મથાવ્યા

ઝામ્પા

ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંની બીજી મૅચ ગઈ કાલે રમાઈ હતી. આ મૅચ દ્વારા સિરીઝમાં જળવાઈ રહેવા ઇંગ્લૅન્ડની સ્થિતિ કરો યા મરો જેવી બની ગઈ હતી. પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયન બોલરો સામે ઇંગ્લૅન્ડના બોલરોની લડત જોવા મળી હતી. યજમાન ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. ૫૦ ઓવરમાં ઇંગ્લૅન્ડની ટીમ ૯ વિકેટે ૨૩૧ રન કરી શકી હતી. ૨૯ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લૅન્ડની ઇનિંગ વ્યવસ્થિત રીતે આગળ વધી રહી હતી, પણ ઍડમ ઝેમ્પાએ જો રૂટને ૩૯ રન પર આઉટ કરી પોતાની ટીમને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો. રૂટ આઉટ થયા બાદ નિયમિત યજમાન ટીમની વિકેટ પડી રહી હતી, પણ મૅચની પાછલી ઓવરમાં ટૉમ કરેન અને અબ્દુલ રાશિદ વચ્ચે થયેલી ૭૬ રનની પાર્ટનરશિપે ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવી દીધી હતી. ટૉમ કરેને ૩૯ બૉલમાં ૩૭ રન બનાવ્યા હતા, જ્યારે રાશિદે ૨૬ બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી નાબાદ ૩૫ રન બનાવ્યા હતા. કૅપ્ટન ઓઇન મૉર્ગન સૌથી વધારે ૪૨ રન કરીને આઉટ થયો હતો, જ્યારે ક્રિસ વૉક્સ ૨૬ રને જૉસ હેઝલવુડનો શિકાર બન્યો હતો. ઑસ્ટ્રેલિયન બોલર ઍડમ ઝમ્પા સૌથી વધારે ત્રણ ક્રિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે મિચેલ સ્ટાર્ક બે વિકેટ અને જૉસ હેઝલવુડ, મિચેલ માર્શ તથા પેટ કમિન્સ એક-એક વિકેટ મેળવી શક્યા હતા.

cricket news sports news test cricket