જો ડેન્લીના પર્ફોર્મન્સને જોતાં ઇંગ્લૅન્ડે કશો નિર્ણય લેવો પડશે : વૉન

13 July, 2020 01:40 PM IST  |  Mumbai Desk | Agencies

જો ડેન્લીના પર્ફોર્મન્સને જોતાં ઇંગ્લૅન્ડે કશો નિર્ણય લેવો પડશે : વૉન

વૉન

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉનનું કહેવું છે કે ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે જો ડેન્લીના પર્ફોર્મન્સને જોતાં કશોક નિર્ણય લેવો પડશે. વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચની પહેલી અને બીજી ઇનિંગમાં ડેન્લીએ અનુક્રમે ૧૮ અને ૨૯ રન કર્યા હતા. જોકે યજમાન ટીમ વતી બીજી ઇનિંગમાં સૌથી વધારે ૭૬ રન કરનાર ઝેક ક્રૉવલીનાં વખાણ થઈ રહ્યાં છે.
માઇકલ વૉને કહ્યું કે ‘આ વાતચીતનો વિષય નથી. ડેન્લીને છેલ્લી ૧૫ ટેસ્ટ મૅચ રમવા મળી છે અને એ માટે તે ઘણો ભાગ્યશાળી છે એવી દલીલ તમે કરી શકો છો. એવા ઘણા પ્લેયર છે જેઓ માત્ર આઠ ટેસ્ટ મૅચ રમ્યા છે અને એમાં સેન્ચુરી પણ બનાવી છે. તેણે પોતાને મળેલો ચાન્સ ગુમાવ્યો છે અને ટીમે ક્રૉવલીને સાથે લઈને આગળ વધવું પડે એમ છે. મને માફ કરજે ડેન્લી. તારો પર્ફોર્મન્સ સારો નથી રહ્યો. ઇંગ્લૅન્ડે હવે ડેન્લીના સંદર્ભમાં કશો નિર્ણય લેવો પડશે અને ક્રૉવલીને ટીમમાં રાખીને આગળ વધવું પડે એ સ્વાભાવિક છે.’

cricket news sports sports news