04 October, 2025 12:13 PM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાની મહિલાઓ ૬૯ રનમાં ઑલઆઉટ, ઇંગ્લૅન્ડે ૨૧૫ બૉલ પહેલા ટાર્ગેટ ચેઝ કર્યો
ચાર વખતની વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લૅન્ડે ગુવાહાટીમાં સાઉથ આફ્રિકાને ૧૦ વિકેટે હરાવીને વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકા ૨૦.૪ ઓવરમાં ૬૯ રનમાં ઑલઆઉટ થયું હતું. ઇંગ્લૅન્ડના ઓપનર્સે ૧૪.૧ ઓવરમાં ૭૩ રન કરીને ૭૦ રનનો ટાર્ગેટ ૨૧૫ બૉલ પહેલાં ચેઝ કર્યો હતો. આ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડની સાઉથ આફ્રિકા સામે આ પહેલી ૧૦ વિકેટની જીત હતી.