આયરલૅન્ડ સામે 6 વિકેટે જીત્યું ઇંગ્લૅન્ડ

01 August, 2020 10:35 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડ સામે 6 વિકેટે જીત્યું ઇંગ્લૅન્ડ

આયર્લેન્ડના બૅરી મેકકાર્થીની વિકેટ લીધા બાદ પગથી સેલિબ્રેટ કરતાં સાકિબ મહેમૂદ અને ઈયોન મોર્ગન.

ઇંગ્લૅન્ડે ગઈ કાલે આયરલૅન્ડ સામેની વન-ડે મૅચ છ વિકેટે જીતી લીધી હતી. આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ ૨૦૨૦ની શરૂઆત ગઈ કાલથી થઈ છે. આ ટુર્નામેન્ટની ટોચની ૭ ટીમને ૨૦૨૩ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળશે. આ મૅચનો ટૉસ ઇંગ્લૅન્ડ જીત્યું હતું અને બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. આયરલૅન્ડની ટીમ ૧૭૨ રનમાં ઑલઆઉટ થઈ હતી. આ મૅચમાં કર્ટિસ કેમ્ફરે ડેબ્યુ કર્યું હતું અને ૫૯ રન કરી તે નૉટઆઉટ રહ્યો હતો. ૪૪.૪ ઓવરમાં કરેલા આ રનમાં ૫૯ રન કર્ટિસના હતા જે તેની ટીમમાં સૌથી વધુ રન હતા. તેમના ૬ પ્લેયર ૧૦થી વધુ રન પણ નહોતા કરી શક્યા અને એમાંથી ત્રણની તો ઝીરો પર વિકેટ પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડના ડેવિડ વિલીએ ૩૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમે ૪ વિકેટના ભોગે ૨૭.૫ ઓવરમાં ૧૭૪ રન કરીને ત્રણ વન-ડેની સિરીઝમાં પહેલી જીત મેળવી હતી. કર્ટિસે બૅટિંગની સાથે બોલિંગમાં પણ પ્રતિભા દેખાડી હતી અને ટૉમ બૅન્ટનને આઉટ કર્યો હતો. ઓઇન મૉર્ગન અને સેમ બિલિંગ્સે અનુક્રમે ૩૬ અને ૬૭ રન કરીને નૉટઆઉટ રહ્યા હતા.

ireland england cricket news sports news